ગુજરાતી ન્યૂઝEntertainmentPahalgam Attack: ભારત-પાકિસ્તાન તણાવના પગલે અનેક પાકિસ્તાની કલાકારો-ગાયકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં બ્લોક થયા

Pahalgam Attack: ભારત-પાકિસ્તાન તણાવના પગલે અનેક પાકિસ્તાની કલાકારો-ગાયકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં બ્લોક થયા

Pakistani Actors Social Media Accounts Suspanded: પહેલગામ હુમલા બાદ ભારત હવે આ વખતે પાકિસ્તાનને જરાય બક્ષવાના મૂડમાં નથી. પીએમ મોદીએ પણ કહી દીધુ છે કે દોષિતોને કલ્પના કરતા મોટી સજા મળશે. પાકિસ્તાન પ્રાયોજિત આ આતંકી હુમલાએ ભારતની સહનશીલતાની તમામ હદો વટાવી દીધી છે. ભારત હવે આર યા પાર કરવાના મૂડમાં છે. જેના પગલે અનેક કઠોર પગલાં પણ લેવાઈ રહ્યા છે. 

Pahalgam Attack: ભારત-પાકિસ્તાન તણાવના પગલે અનેક પાકિસ્તાની કલાકારો-ગાયકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભારતમાં બ્લોક થયા

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ પર્યટકોને તેમના ધર્મ પૂછીને ગોળી મારવામાં આવી. આ ઘટનાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને હચમચાવી દીધુ છે. ભારત ત્યારબાદ આકરા પાણીએ છીએ અને આ વખતે પાકિસ્તાન પર કડક કાર્યવાહીના મૂડમાં છે. એક પછી એક પગલાં ભરવામાં આવી રહ્યા છે અને ભારતે અનેક પાકિસ્તાની કલાકારો અને ગાયકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બ્લોક કર્યા છે. 

આ કલાકારોના એકાઉન્ટ બ્લોક
જે પાકિસ્તાની કલાકારોના એકાઉન્ટ બ્લોક કરાયા છે તેમાં ફવાદ ખાન, આતિફ અસ્લમ, હનિયા આમીર, માહિરા ખાન, જેવા મોટા નામ પણ સામેલ છે. આ ઉપરાંત સનમ સઈદ, બિલાલ અબ્બાસ, ઈકરા અઝીઝ, ઈમરાન અબ્બાસ, સજલ અલી, આયઝા ખાન, માયા અલી પણ યાદીમાં છે. આ કલાકારો-ગાયકોને ભારતીય દર્શકો દ્વારા ખુબ પસંદ કરાય છે ને ભારતમાં તેમના સારો એવો ફેન બેઝ છે. 

Add Zee News as a Preferred Source

પાકિસ્તાની દિલોની ધડકન ફવાદ ખાન અને બોલીવુડની વાણી  કપૂરની ચર્ચિત ફિલ્મ અબર ગુલાલ પર હાલ રોક લાગી છે. આ ફિલ્મ ભારતમાં 9 મેના રોજ રિલીઝ થવાની હતી. પરંતુ રિપોર્ટ્સ મુજબ હાલની સ્થિતિ જોતા તેની રિલીઝ ટાળવામાં આવી છે. 

અત્રે જણાવવાનું કે પહેલગામ આતંકી હુમલા બાદ બંને દેશો વચ્ચે સંબંધો ખુબ વણસી ગયા છે. થોડા દિવસ પહેલા જ ભારત સરકારે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરી હતી જેમાં ડોન ન્યૂઝ, સમા ટીવી, એઆરવાય ન્યૂઝ, જિયો ન્યૂઝ તથા શોએબ અખ્તર, આરજૂ કાઝમી સહિત અનેક હસ્તીઓની ચેનલો પણ સામેલ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news