બીયરની જેમ પોતાનો પેશાબ ગટગટાવતો હતો આ અભિનેતા, અજય દેવગનના પિતાએ આપી ખાસ સલાહ
Paresh Rawal: દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે હાલમાં એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે તે અજય દેવગનના પિતા વીરૂ દેવગનની સલાહ પર પોતાનો પેશાબ પીતા હતા. ચલો જાણીએ આખરે શું છે આખો મામલો અને કેમ તેઓ આવું કરતા હતા.
Trending Photos
Paresh Rawal Drinking His Own Urine: લગભગ 3 દશકથી હિન્દી સિનેમા પર રાજ કરનાર દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે હાલમાં એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે એક સમય એવો આવ્યો હતો, જ્યારે મને ઘૂંટણની બિમારી થઈ હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન જાણીતા એક્શન ડાયરેક્ટર અને અજય દેવગનના પિતા વીરૂ દેવગન મને મળવા પહોંચ્યા હતા. તેમણે પરેશ રાવલને એક યૂનિક સલાહ આપી હતી કે તે રોજ સવારે ઉઠીને પોતાનું યૂરિન એટલે કે પેશાબ પીવે.
પરેશ રાવલે તેમની વાત માની અને આવું કર્યા બાદ તેમણે પોતાના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો મહેસૂસ કર્યો. જોકે, આ કિસ્સો રાજકુમાર સંતોષીની ફિલ્મ ઘાતકના શૂટિંગ દરમિયાનનો છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન રાકેશ પાંડે સાથે એક સીન કરતા સમયે તેમને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ એક્ચટર ટીનૂ આનંદ અને ડૈની જેન્જોંગપાએ તેમણે તાત્કાલિક મુંબઈની નાનાવટી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તે સમયે પરેશ ઘણા ડરી ગયા હતા.
શૂટિંગ દરમિયાન થઈ હતી ગંભીર ઈજા
સાથે તેમણે પોતાના કરિયરને લઈને ચિંતા સતાવવા લાગી હતી. પરેશે જણાવ્યું કે જ્યારે વીરૂ દેવગનને તેમની ઈજા વિશે ખબર પડી તો તે ખબર અંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા. તેમણે પરેશને પુછ્યું કે શું થયું છે? પરેશે તેમને પોતાની ઈજા વિશે સંપૂર્ણ જાણકારી આપી. ત્યારબાદ વીરૂ દેવગનને સલાહ આપી હતી કે સવારે ઉઠતા જ કંઈ પણ ખાધા પીધા વિના પહેલા પેશાબ પીવો જોઈએ. તેમણે કહ્યું કે તમામ ફાઈટર આવું કરે છે અને તેનાથી સ્વાસ્થ્યને જબરદસ્ત ફાયદો થાય છે. પરેશે તેમની વાત માની લીધી હતી.
પોતાનું યૂરિન પીવાની આપી હતી સલાહ
પરેશ રાવલે વધુમાં જણાવ્યું હતું કે વીરૂ દેવગને તેમણે દારૂ, મટન અને તમ્બાકુંથી દૂર રહેવાની સલાહ આપી હતી. પરેશ રાવલે આ તમામ ચીજોના સેવન તાત્કાલિક ધોરણે બંધ કરી દીધું. તેમણે જણાવ્યું કે તે રોજ સવારે બીયરની જેમ નાના નાના સીપમાં પોતાનો પહેલો પેશાબ પીતા હતા. પહેલા તો થોડું અજીબ લાગ્યું, પરંતુ ધીરે ધીરે આદત બની ગઈ. તેમણે કહ્યું કે આ ઘરેલૂ ઉપાયની અસર થોડાક જ દિવસોમાં જોવા મળી અને તેમણે ઘણી રાહત મહેસૂસ થઈ. લગભગ 15 દિવસો સુધી તેમણે આવું કર્યું.
15 દિવસમાં જોવા મળી હતી અસર
ત્યારબાદ જ્યારે પરેશ રાવલે ફરીથી એક્સ-રે થયો તો ડોક્ટરો પણ હૈરાન પરેશાન થઈ ગયા. એક્સર રેમાં એક સફેદ લાઈનિંગ નજરે પડી, જે એ જણાવી રહી હતી કે હાડકા ઝડપથી જોડાઈ રહ્યા છે. પરેશ રાવલે કહ્યું કે જ્યાં સામાન્ય રીતે આવી ગંભીર ઈજાને સ્વસ્થ થવામાં બેથી અઢી મહિનાનો સમય લાગે છે, ત્યારે તે માત્ર દોઢ મહિનામાં સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયા. પરેશ રાવલ આજે પણ આ અનુભવને મિરિકલ માને છે અને વીરૂ દેવગનનો આભાર વ્યક્ત કરે છે. હવે તે એકદમ ફીટ છે અને 200થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.
પરેશ રાવલની આવનારી ફિલ્મો
જ્યારે, જો તેમની આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો પરેશ રાવલ ટૂંક સમયમાં પ્રિયદર્શનની હોરર કોમેડી ફિલ્મ ભૂત બંગલામાં નજરે પડશે. આ ફિલ્મમાં અક્ષર કુમાર અને તબ્બૂ પણ તેમની સાથે નજરે પડશે. તેના સિવાય તેઓ હેરાફેરી-3 માં પણ જોવા મળશે, જેમાં તેમની સાથે અક્ષર કુમાર અને સુનિલ શેટ્ટી પણ નજરે પડનાર છે. આ ફિલ્મને લઈને તેમના પ્રશંસકો ઘણા એક્સાઈટેડ છે. આ ફિલ્મના પહેલા બે પાર્ટ જબરદસ્ત હિટ થયા હતા, જેણે લોકો આજે પણ જોવાનું પસંદ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે