Pati Patni Aur Woh on Box Office: કાર્તિક આર્યનની પતિ પત્ની ઔર વો બોક્સ ઓફિસ પર છવાઇ, કરી કરોડોની કમાણી

Pati Patni Aur Woh Box Office: કાર્તિક આર્યનની (Kartik Aryan) પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh) બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી રહી છે. ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અને અનન્યા પાંડેને (Ananya Pandey) ચમકાવતી આ ફિલ્મે પ્રથમ સપ્તાહમાં કરોડોની કમાણી કરી છે. 

Updated By: Dec 9, 2019, 02:27 PM IST
Pati Patni Aur Woh on Box Office: કાર્તિક આર્યનની પતિ પત્ની ઔર વો બોક્સ ઓફિસ પર છવાઇ, કરી કરોડોની કમાણી

નવી દિલ્હી : કાર્તિક આર્યન (Kartik Aryan) ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અને અનન્યા પાંડેને (Ananya Pandey) ચમકાવતી ફિલ્મ પતિ પત્ની ઔર વો (Pati Patni Aur Woh) બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી રહી છે. નિર્દેશક મુદસ્સર અજીજની ફિલ્મ પતિ પત્ની ઔર વો પ્રથમ સપ્તાહમાં બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરવામાં સફળ રહી છે. ગત શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે જોરદાર ઓપનિંગ કર્યું છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અનુસાર ફિલ્મે પહેલા વીકેન્ડમાં ધૂમ કમાણી કરી છે જેમાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે. શુક્રવારે ફિલ્મ પતિ પત્ની ઔર વોએ 9.10 કરોડ સાથે ઓપનિંગ કર્યું હતપં. સનિવારે થોડો વધારો થતાં કમાણી 12.33 કરોડ થઇ હતી. રવિવારે 14.31 કરોડ સાથે જોરદાર ઉછાળો થઇ રહ્યો છે. ત્રણ દિવસમાં કુલ 35.94 કરોડની કમાણી થઇ છે. 

કાર્તિક આર્યને રેકોર્ડ તોડ્યો
પતિ પત્ની ઔર વોની કમાણીએ કાર્તિક આર્યનનો પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. ફિલ્મ પતિ પત્ની ઔર વો કાર્તિક આર્યનની અત્યાર સુધી સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. 

કાર્તિક આર્યન ભુલી ગયો ચેઇન બંધ કરવાનું તો યાદ કરાવ્યું અનન્યાએ, VIDEO વાયરલ

વર્ષ 2011માં રિલીઝ થયેલી પ્યાર કા પંચનામાએ 3.25 કરોડ, 2015માં રિલીઝ થયેી પ્યાર કા પંચનામા 2 એ 22.75 કરોડ, 2018માં સોનૂ કે ટીટૂ કી સ્વીટીએ 26.75 કરોડ, 2019માં લુકા છુપીએ 32.13 કરોડનું ઓપનિંગ વિકેન્ડ હતું જ્યારે આ તમામ ફિલ્મોને પતિ પત્ની ઔર વોએ પાછળ રાખી છે. ત્રણ દિવસમાં આ ફિલ્મે 35.94 કરોડની કમાણી કરી લીધી છે. 

Movie Review: कॉमेडी के साथ मोरल का डोज, फुल ऑन एंटरटेनिंग है 'पति पत्नी और वो'

એક્ટિંગમાં મારફાડ...
ફિલ્મમાં એક્ટિંગની વાત કરીએ તો કાર્તિક આર્યન પોતાની તમામ ફિલ્મો કરતાં પણ આ ફિલ્મમાં જોરદાર લાગી રહ્યો છે. તો ભૂમિ પેડનેકર પણ અગાઉની ફિલ્મો કરતાં અહીં લાજવાબ છે. અનન્યા પાંડેનો રોલ ઘણો ગ્લેમરસ છે. પહેલી ફિલ્મની સાપેક્ષમાં અનન્યા ઘણી કોન્ફિડેન્ટ લાગે છે.