શ્રીદેવીની પહેલી વરસી વખતે પરિવારે કરી છે ખાસ તૈયારી, વિગતો જાણવા કરો ક્લિક...
શ્રીદેવીનું નિધન દુબઈમાં થયું હતું
મુંબઈ : બોલિવૂડની દિવંગત એક્ટ્રેસ શ્રીદેવીના નિધનને એક વર્ષ થવા આવ્યું છે પણ આમ છતાં તેનો પરિવાર અને પ્રશંસકો આ આઘાતમાંથી બહાર નથી આવ્યા. ગયા વર્ષે 24 ફેબ્રુઆરી, 2018ના દિવસે દુબઈમાં શ્રીદેવીનું આકસ્મિક મૃત્યુ થઈ ગયું હતું. તિથિ પ્રમાણે આ વર્ષે તેની પહેલી વરસી 14 ફેબ્રુઆરી, 2019ના દિવસે છે. આ દિવસે બોની કપૂર, જાન્હવી કપૂર અને ખુશી ચેન્નાઈમાં દિવંગત એક્ટ્રેસની આત્માની શાંતિ માટે પૂજા કરશે.
રણવીરે બનાવી લીધો વેલેન્ટાઇન્સ ડેનો પ્લાન, દીપિકાને લઈ જશે...
ડીએનએના રિપોર્ટ પ્રમાણે શ્રીદેવીની વરસીની તમામ વિધિ એના પિયરમાં કરવામાં આવશે. આ વિધિમાં બોની, જાન્હવી અને ખુશી સિવાય અનિલ કપૂર, સુનિતા કપૂર અને નજીકના પરિવારજનો શામેલ થાય એવી શક્યતા છે. શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી, 2018ના દિવસે દુબઈમાં થયું હતું. એ પોતાના ભત્રીજા મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા દુબઈ ગઈ હતી અને ત્યાં બાથટબમાં ડૂબવાથી તેનું અવસાન થયું હતું.
શ્રીદેવીનું નિધન થયું ત્યારે તેની દીકરી જાન્હવીની બોલિવૂડ એન્ટ્રીની તૈયારી ચાલી રહી હતી અને શ્રીદેવી આ ડેબ્યુ માટે બહુ ઉત્સાહિત હતી. શ્રીદેવી અને જાન્હવી વચ્ચે સ્પેશિયલ બોન્ડ હતો. એક ઇન્ટરવ્યૂમાં જાન્હવીએ કહ્યું હતું કે મેં મારી માતાનું બેસ્ટ જોયું છે અને હું ક્યારેય એ સ્તર સુધી નહીં પહોંચી શકું. હું ધારું તો પણ એના જેવી બની શકું એમ નથી.