)
PM Modi Biopic Maa Vande: વડાપ્રધાન મંત્રી નરેદ્ર મોદીના 75 માં જન્મદિવસ પર લોકોને ખાસ ગિફ્ટ મળી છે. ફિલ્મ ઈંડસ્ટ્રીના મોસ્ટ પ્રેસ્ટીજિયસ પ્રોડકશન હાઉસ સિલ્વર કાસ્ટ ક્રિએશંસ એ પીએમની બાયોપિક બનાવવાની ઘોષણા કરી છે. આ બાયોપિકનું નામ માં વંદે છે. આ ફિલ્મને વીર રેડ્ડી એમ પ્રોડ્યૂસ કરશે. આ જાહેરાત સાથે જ સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
વડાપ્રધાન મોદીની બાયોપિકમાં પ્રધાનમંત્રી મોદીનો ઓનસ્ક્રીન રોલ મલયાલમ એક્ટર ઉન્ની મુકંદન નિભાવશે. જેની ફિલ્મ માર્કોએ બોક્સ ઓફિસ પર તહેલકો મચાવી દીધો હતો. આ ફિલ્મમાં પ્રધાનમંત્રી મોદીના જીવનની સફર દેખાડવામાં આવશે. આ ફિલ્મ સત્ય ઘટનાઓ પર આધારિત હશે. ફિલ્મમાં પીએમ મોદીના નાનપણની કેટલીક ઘટનાઓથી લઈ તેમના વડાપ્રધાન બનવા સુધીની સફર દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં પીએમ મોદી અને તેમના માતા હીરાબેન મોદી વચ્ચેના અતૂટ સંબંધને પણ સ્ક્રીન પર દેખાડવામાં આવશે.
આ ફિલ્મને મેકર્સ ગ્રાન્ડ સ્કેલ પર પ્રોડ્યૂસ કરવા ઈચ્છે છે. જેમાં શાનદાર વીએફએક્સનો પણ ઉપયોગ કરવામાં આવી શકે છે. આ ફિલ્મ પૈન ઈંડિયા ફિલ્મ હશે જે હિંદી, અંગ્રેજી સહિતની ભાષાઓમાં પણ રિલીઝ થશે. ટીમનો ધ્યેય છે કે આ ફિલ્મના માધ્યમથી તે લોકોને એક સિનેમેટિક એક્સપીરિયંસ આપે. સાથે જ પીએમ મોદીની બાયોપિકથી લોકો ઈંસ્પાયર થઈ શકે છે. માં વંદે ફિલ્મને ક્રાંતિ કુમાર સીએચ ડાયરેક્ટ કરશે. તેમણે ઘણી ફિલ્મોમાં સિનેમેટોગ્રાફીની કમાન સંભાળી છે. જેમાંથી એક ફિલ્મ છે બાહુબલી.
વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર બોલીવુડથી લઈ સાઉથના સ્ટાર્સ પણ પોસ્ટ કરી તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કોઈ વીડિયો શેર કરી રહ્યા છે તો કેટલાક લોકો પોસ્ટ શેર કરી પીએમના વખાણ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી દેશના લોકપ્રિય નેતા છે તે સોશિયલ મીડિયા પોસ્ટ પરથી કહી શકાય છે.