નવી દિલ્હી: અભિનેત્રી પૂનમ પાંડે છાશવારે પોતાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ધમાલ મચાવતી રહે છે. તેની બોલ્ડ તસવીરો સતત ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે તેના બોલ્ડ ડ્રેસના કારણે Oops Moment નો ભોગ બની ગઈ. પૂનમનો ઓફશોલ્ડર ડ્રેસ એટલો બધો ઢીલો હતો કે તે વાત કરતા કરતા જ સરકી ગયો. આ વીડિયો હવે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત કરતા કરતા સરકી ગયો ડ્રેસ
આ વીડિયોમાં પૂનમ પાંડે એક ઓફશોલ્ડર બોડીકોન ડેનિમ ડ્રેસ પહેરેલી જોવા મળે છે. તેણે પોતાના લાંબા વાળને હાફ બન બનાવીને મેનેજ કરેલા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પૂનમ પાંડે કેમેરા સામે ઊભી રહીને કોઈની  સાથે વાત કરી રહી છે. ત્યારે વાત કરતા કરતા જ પૂનમનો ડ્રેસ સરકવા માંડે છે. જુઓ વીડિયો...



આ રીતે કર્યું મેનેજ
વીડિયોમાં જોઈ શકાય છે કે પૂનમ સરકતા ડ્રેસને તરત તેના હાથથી પકડી લે છે અને પછી વાત કરતા કરતા ધીરે ધીરે તેને ઉપર ઉઠાવી લે છે. એક પળ તો પૂનમના મોઢા પરથી હોશ ઉડી જાય છે પરંતુ બીજા જ પળે તે સ્માઈલ આપીને બધુ મેનેજ કરી લે છે. પરંતુ આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. 



લોકોએ કરી ટ્રોલ
પૂનમ પાંડેને આ વીડિયોના કારણે ખુબ ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે પૂનમ પાંડેએ ચર્ચામાં રહેવા માટે આટલો નાનો ડ્રેસ પહેરે છે. પૂનમ પાંડેના વીડિયો પર સતત કમેન્ટ થઈ રહી છે અને લોકો તેને પબ્લિસિટી ભૂખી ગણાવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube