આ ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું 'કોઇ મિલ ગયા', લોકોએ આપ્યા આવા રિએક્શન

તમને જણાવી દઇએ કે બંને એકસાથે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'કોઇ મિલ ગયા'માં જોવા મળ્યા હતા. એટલા માટે પ્રીતિએ ઋત્વિક સાથે પોતાના લેટેસ્ટ ફોટા પર લખ્યું 'કોઇ મિલ ગયા'. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ફિલ્મ 'વોર' અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાયેલી છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Oct 21, 2019, 12:15 PM IST
આ ફોટો શેર કરતાં પ્રીતિએ લખ્યું 'કોઇ મિલ ગયા', લોકોએ આપ્યા આવા રિએક્શન

નવી દિલ્હી: બોલીવુડના સારા કલાકારોમાંથી એક પ્રીતિ ઝિંટા (Preity Zinta) લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે, કારણ કે તે પોતાનું પુરૂ ફોકસ આઇપીએલમાં લગાવી રહી છે. જોકે ગત વર્ષે તેને એક ફિલ્મમાં દેખાઇ હતી, જેનું નામ હતું 'ભૈયાજી સુપરહિટ.' આ ફિલ્મમાં તે સની દેઓલના અપોઝિટ જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફસ પર ખાસ સફળ રહી ન હતી. તો બીજી તરફ તાજેતરમાં પ્રીતિની મુલાકાત બોલીવુડના દિગ્ગજ અભિનેતા ઋત્વિક રોશન (Hrithik Roshan) હતી. આ મુલાકાતનો ફોટો એક તસવીર પ્રીતિએ પોતાના ઇસ્ટાગ્રામ પર શેર કરી, જેને જોતાં સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ. 

લોકોએ આપ્યા આવા રિએક્શન
પ્રીતિએ ઋત્વિકની તસવીરને શેર કરતાં કેપ્શનમાં લખ્યું કે 'કોઇ મિલ ગયા'. લોકોને પ્રીતિ અને ઋત્વિકનો આ ફોટો ખૂબ પસંદ આવી રહ્યો છે. એટલા માટે આ ફોટો પર બંનેના ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે. કોઇ આ ફોટા પર લખી રહ્યું છે 'આઇ લા જાદૂ...' તો કોઇ લખી રહ્યું છે 'શું તમે આમને એવન સાઇકલ ગિફ્ટ કરી...'

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

कोई मिल गया 😍 #sundayfunday #friendsforever #ting

A post shared by Preity G Zinta (@realpz) on

તમને જણાવી દઇએ કે બંને એકસાથે 2003માં રિલીઝ થયેલી ફિલ્મ 'કોઇ મિલ ગયા'માં જોવા મળ્યા હતા. એટલા માટે પ્રીતિએ ઋત્વિક સાથે પોતાના લેટેસ્ટ ફોટા પર લખ્યું 'કોઇ મિલ ગયા'. તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ ફિલ્મ 'વોર' અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. તેણે બોક્સ ઓફિસ પર કમાણીના મામલે હંગામો મચાવી દીધો છે. હવે આ ફિમે 295 કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે અન આશા વ્યક્ત કરવામાં આવી રહી છે 22 ઓક્ટોબર સુધી તેની કમાણી 300 કરોડને પાર થઇ જશે. આ ફિલ્મમાં ઋત્વિકની સાથે ટાઇગર શ્રોફ અને વાણી કપૂરની પણ મહત્વપૂર્ણ ભૂમિકા છે.