પોલીસ ફરિયાદ વિરુદ્ધ મલયાલમ અભિનેત્રી પ્રિયા સુપ્રીમનાં શરણે

અભિનેત્રીએ અભિવ્યક્તિની આઝાદીનું હનન થતું હોવાનાં દાવા સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી

Updated By: Feb 19, 2018, 07:32 PM IST
પોલીસ ફરિયાદ વિરુદ્ધ મલયાલમ અભિનેત્રી પ્રિયા સુપ્રીમનાં શરણે

નવી દિલ્હી : મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશે હૈદરાબાદમાં પોતાની વિરુદ્ધ દાખલ થયેલી ફરિયાદની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. પ્રિયા પ્રકાશે કહ્યું કે, આ મુદ્દે અભિવ્યક્તિની આઝાદીનું હનન છે. FIR દાખલ થવાની અભિવ્યક્તિની આઝાદીનું હનન થયું છે. પ્રિયા પ્રકાશે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલીક સુનવણી થાય તેવી પણ માંગણી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અરૂ અડાર લવનાં ખુબ જ વાઇરલ થયેલા ગીત માણિક્ય મલરાય પૂવી વિરુદ્ધ હૈદરાબાદની જામીયા નિઝામિયા મદરેસા દ્વારા ફતવો બહાર પાડવામાં આવ્યો હતો.ફિલ્મનાં ડાયરેક્ટર ઓમર લુલુ વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ફિલ્મનાં ગીતથી મુસ્લિમ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફિલ્મનાં એક ગીતમાં ઉપયોગમાં લેવાયેલા લિરિક્સનાં કારણે મુસ્લિમ સમુદાયની ભાવનાને ઠેસ પહોંચી છે. વાઇરલ થયેલા આ સોંગમાં અભિનેત્રીની અદાનાં કારણે સોંગને કરોડો વ્યુ મળ્યા હતા.

હૈદરાબાદનાં બિઝનેસમેન ઝહીર અલી ખાન દ્વારા દાખલ ફરિયાદમાં કહ્યું કે, ગીતમાં મોહમ્મદ પયંગબરનાં પત્નીનાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે વિવાદાસ્પદ છે. આ ગીતનાં લિરિક્સનાં કારણે મુસ્લિમ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે. ઝાહીર ખાનની માંગ હતી કે, કાં તો આ લિરિક્સ હટાવવામાં આવે અથવા તો તેમાં સુધારો કરવામાં આવે.