પોતાની આંખની અદાઓથી રાતોરાત લાખો-કરોડો ફેન્સ બનાવી દેનાર મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયર એકવાર ફરીથી ચર્ચામાં છે. પરંતુ આ વખતે તેની ચર્ચા કોઈ ફોટો, નવો લૂક કે તેના અંદાજને લઈને નહિ, પરંતુ તેની પહેલી ફિલ્મ ઓરુ ઓદાર લવના નવા ગીતને લઈને છે. આ ફિલ્મના પહેલા ગીતે જ્યાં પ્રિયાને રાતોરાત સ્ટાર બનાવી દીધા, ત્યાં બીજા ગીતે ફેન્સને નિરાશ કર્યાં છે. થયું એમ કે, જે પ્રિયાના પહેલી ગીત પર લોકો ફિદા થયા હતા, ત્યાં બીજા ગીતને લાઈક્સને બદલે ડિસલાઈક્સ મળી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ ઓરુ ઓદાર લવનું બીજું ગીત હાલમાં જ રિલીઝ થઈ ગયું છે. હાલ આ ગીત યુટ્યુબ પર 19મા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. પરંતુ આ ગીતને લોકોએ જેટલા પસંદ કર્યાં છે, તેના કરતા આઠ ગણા લોકોએ તેને ડિસલાઈક વધુ કર્યાં છે. આ ગીતને અત્યાર સુધી 33 હજાર લોકોએ લાઈક કર્યું છે. જ્યારે કે 2 લાખ 56 હજારથી વધુ લોકોએ તેને ડિસલાઈક કર્યું છે. આ વીડિયોને અત્યાર સુધી 20 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. 



ઉલ્લેખનીય છે કે, વેલેન્ટાઈન ડે પર આવેલ પ્રિયા વોરિયરના એક ટીઝરે તેને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. 18 વર્ષની આ એક્ટ્રેસ ઈન્ડસ્ટ્રીઝમાં આવતા પહેલા જ સેલિબ્રિટીઝ બની ગઈ હતી. એક જ દિવસમાં તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ બની ગયા હતા, અને આ રેકોર્ડ સર્જનાર પ્રિયા પ્રકાશ દુનિયાની ત્રીજી સેલિબ્રિટી બની હતી. ત્યારે હવે તેના ફેન્સ તેની પહેલી ફિલ્મ ઓરુ ઓદાર લવની રિલીઝની રાહ જોઈ રહ્યાં છે.