VIDEO : દેસી ગર્લનો પાર્ટીમાં જોરદાર ડાન્સ, સાસુ અને માતાએ પણ લગાવ્યા ધમાલ ઠુમકા

પરિવાર અને મિત્રોને અમેરિકામાં પ્રિયંકાએ લગ્ન પહેલાં બ્રાઇડલ શાવર પાર્ટી આપી છે

VIDEO : દેસી ગર્લનો પાર્ટીમાં જોરદાર ડાન્સ, સાસુ અને માતાએ પણ લગાવ્યા ધમાલ ઠુમકા

મુંબઈ : નિક જોનસ સાથે લગ્ન પહેલાં પ્રિયંકા ચોપડાએ ન્યૂ યોર્કમાં પોતાના મિત્રો સાથે સેલિબ્રેશન કર્યું. ન્યૂ યોર્ક સિટીમાં ટિફનીના બ્લુ બોક્સ કેફેમાં નજીકના ખાસ મિત્રોને પાર્ટી આપવામાં આવી હતી. આ પાર્ટી પ્રિયંકાની બહેનપણીઓ મુબિના રતનશી અને અંજુલા અચારિયાએ આપી હતી અને એમાં નિક જોનસનો ભાઈ કેવિન, કેવિનની પત્ની ડેનિયલ અને તેની પત્ની અલેના પણ શામેલ થયા હતા. આ સિવાય પાર્ટીમાં પ્રિયંકાની માતા મધુ ચોપડા અને સાસુ ડેનિસ પણ ડાન્સ કરતી જોવા મળી હતી. 

A post shared by N A D A - नदा 🌸 (@bollywood.pc) on

આ બ્રાઇડલ શાવર પાર્ટીમાં આઇવરી મારચેસા ડ્રેસમાં પ્રિયંકા બહુ ખૂબસુરત દેખાઈ રહી હતી. ડીએનએમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે પ્રિયંકાની માતા મધુ ચોપડા પોતાની દીકરીના લગ્ન ટ્રેડિશનલ સ્ટાઇલથી કરવા માગે છે જેના પગલે મહેંદી તેમજ સંગીત સેરિમની અનુક્રમે 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરે રાખવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે પ્રિયંકા તેમજ નિક પોતાના મિત્રો અને પરિવારજનો સાથે ભારત આવશે. તેઓ ત્રણ અલગ-અલગ ફંક્શન માટે જોધપુરના બે વેન્યુને પહેલાં ફાઇનલ કરી ચૂક્યા છે. 

પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક તસવીર શેયર કરી છે જેમાં બારીના કાંચ પર વરસાદના ટીપાં પડેલા છે. આ તસવીર પર એક્ટ્રેસે લખ્યું છે કે, 'चांद छिपा बादल में.' આ વાતથી અંદાજ બાંધી શકાય છે કે કરવા ચૌથ પર પ્રિયંકાએ પોતાના મંગેતર નિક જોનાસ માટે વ્રત રાખ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news