બોલિવુડના સુપરહીરોઝને મરચા લાગે તેવી વાત કહી પ્રિયંકા ચોપરાએ, જુઓ આ VIDEO

બોલિવુડ અને હોલિવુડની ફેમસ સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. હવે પ્રિયંકા ચોપરાનો નવો VIDEO સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં તે યુવતીઓને ખાસ મેસેજ આપતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા કહી રહી છે કે, કોઈ પણ યુવતીને ક્વીન બનવા માટે કિંગની જરૂર નથી હોતી.

Updated By: Nov 3, 2019, 02:15 PM IST
બોલિવુડના સુપરહીરોઝને મરચા લાગે તેવી વાત કહી પ્રિયંકા ચોપરાએ, જુઓ આ VIDEO

નવી દિલ્હી :બોલિવુડ અને હોલિવુડની ફેમસ સ્ટાર પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. હવે પ્રિયંકા ચોપરાનો નવો VIDEO સોશિયલ મીડિયા પર છવાયો છે. જેમાં તે યુવતીઓને ખાસ મેસેજ આપતી દેખાઈ રહી છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા કહી રહી છે કે, કોઈ પણ યુવતીને ક્વીન બનવા માટે કિંગની જરૂર નથી હોતી.

Birthday Pics... શાહરૂખની આ તસવીરો જોઈને તમે પણ કહેશો ‘આઈ લવ યુ SRK....’

આમ તો પ્રિયંકા ચોપરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચાતા રહે છે. પરંતુ આ વીડિયો સૌથી અલગ છે. આ વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયોમાં પ્રિયંકા ચોપરા કોઈ રાણી જેવી લાગી રહી છે. વીડિયોની શરૂઆતમાં પ્રિયંકા કહી રહી છે કે, ‘કહેવાય છે કે ગર્લ્સને સમજવુ બહુ જ મુશ્કેલ છે. બહુ જ સાચુ કહ્યું છે. કેમ કે, જેટલા લોકોએ આપણને સમજ્યા છે, તેમનાથી આપણે બહુ જ આગળ નીકળી ગયા છીએ. આપણને ક્વીન બનવા માટે કોઈ કિંગની જરૂર નથી. આપણો રસ્તો આપણે જાતે જ બનાવીએ છીએ, એ પણ આપણી સ્ટાઈલમાં...’

વાત અહીં પૂરી નથી થતી. કેમ કે, આગળ પ્રિયંકા કહે છે કે, તારા તોડીને અમારા માટે ન લાવવા, એ તો અમને શોધતા જાતે જ આવી જશે. અમને કોઈ બીજાની સ્ટોરીનો ભાગ નથી બનવો. અમે અમારી સ્ટોરી ખુદ લખીએ છીએ. સમય બદલાઈ રહ્યો છે અને વાર્તાઓ પણ...

આ વીડિયોમાં સ્ક્રિપ્ટ તો યુવતીઓને પોઝીટિવ મેસેજ આપવાની છે, સાથે જ તેના કેપ્શનમાં પ્રિયંકા ચોપરાએ લખ્યું કે, એ પ્રેરિત વાર્તા અને દિલને સ્પર્શી જાય તેવી વાત, જે દુનિયાને બદલીને પોતાની દુનિયા બનાવે છે. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો ડિઝનીની અપકમિંગ ફિલ્મ ફ્રોઝન-2 (Frozen 2) સંબંધિત છે. વચ્ચે વચ્ચે ફિલ્મના શાનદાર સીન પણ નજર આવે છે. 

આ વીડિયોના અંતમાં પ્રિયંકા ચોપરાએ ફિલ્મ Frozen 2ની લીડ કેરેક્ટર એલ્સા અને આનાનો પરિચય આપે છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા અને પરીણીતિ ચોપરા એલ્સા તથા એનાના હિન્દી વર્ઝનમાં અવાજ આપવાની છે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થવા જઈ રહી છે.