Priyanka Chopra Jonasને મળી મોટી જવાબદારી, આગામી એક વર્ષ લંડનમાં રહી કરશે આ કામ
બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર બનીને પ્રિયંકા ધ ફેશન એવોર્ડસ 2020ના આયોજનમાં મદદ કરશે, જે કોરોના વાયરસ પેડનેમિકને કારણે અલગ રીતે કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ગ્લોબલ સેલિબ્રિટીના રૂપમાં પોતાની ધાક જમાવી રહેલી પ્રિયંકા ચોપડા જોનાસને એક મોટી જવાબદારી મળી છે. તેની બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. તે માટે પ્રિયંકા આવનારા એક વર્ષ સુધી લંડનમાં રહેશે અને ત્યાં કામ કરશે.
પ્રિયંકાએ એક ટ્વીટ કરીને જાણકારી આપી- હું બ્રિટિશ ફેશન કાઉન્સિલની એમ્બેસેડર ફોર પોઝિટિવ ચેન્જ બનાવવા પર સન્માનિત અનુભવી રહી છું. હું આગામી એક વર્ષ સુધી લંડનમાં રહીશ અને કામ કરીશ. અમે લોકો જલદી કંઈક એક્સાઇટિંગ ઇનિશિએટિવ શેર કરીશું અને હું તમને આ યાત્રામાં પોતાની સાથે લઈ જવાની આશા કરી રહી છું. આ સાથે પ્રિયંકાએ વધુ એક નોટ શેર કરી છે, જેમાં લખ્યું છે- ફેશન, હંમેશાથી પોપ કલ્ચર અને વિભિન્ન સંસ્કૃતિઓ અને લોકોને જોડવાનું શક્તિશાળી માધ્યમ છે. હું આ ઈન્ડસ્ટ્રીઝની વિવિધતા અને રચનાશીલતાનો જશ્ન મનાવવાની આશા કરી રહી છું.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube