કેટલી પ્રોપર્ટી છે અમિતાભ-જયા પાસે? જાહેર થયો સાવ સાચો આંકડો

બોલિવૂડના ટોચના સ્ટાર્સની જેટલી લોકપ્રિયતા વધારે એટલી જ એની કમાણી પણ વધારે

કેટલી પ્રોપર્ટી છે અમિતાભ-જયા પાસે? જાહેર થયો સાવ સાચો આંકડો

મુંબઈ : બોલિવૂડના ટોચના સ્ટાર્સની જેટલી લોકપ્રિયતા વધારે એટલી જ એની કમાણી પણ વધારે. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની ગણતરી બોલિવૂડના ટોચના સ્ટાર્સમાં થાય છે. હાલમાં આ ફિલ્મી જોડીની સંપત્તિ જાહેર થઈ છે. હકીકતમાં શુક્રવારે જયા બચ્ચને રાજ્યસભા માટે સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારીપત્ર ભર્યું છે. આ પ્રક્રિયા દરમિયાન શપથપત્રમાં તેમની સંપત્તિની માહિતી આપવામાં આવી છે. આ માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન પાસે 10.01 અરબ રૂ. જેટલી સંપત્તિ છે.

 

આ આંકડાના આધારે કહી શકાય કે છેલ્લા છ વર્ષ દરમિયાન અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની પ્રોપર્ટી બમણી થઈ ગઈ છે. 2012માં આ સ્ટાર દંપત્તિની સંપત્તિ લગભગ 500 કરોડ રૂ. હતી અને હવે આ આંકડો 1000 કરોડ રૂ. સુધી પહોંચી ગયો છે. શપથપત્ર પ્રમાણે દંપત્તિપાસે 460 કરોડ રૂ. કરતા વધારે અચલ સંપત્તિ છે જે 2012ના 152 કરોડ રૂ. કરતા બમણાથી થોડી વધારે છે. આવી જ રીતે તેમની જંગમ પ્રોપર્ટીનીકિંમત 2012ના લગભગ 343 કરોડ રૂ.થી વધીને 540 કરોડ રૂ. થઈ ચૂકી છે. આ બંનેના બીજા અનેક દેશોમાં બેંક એકાઉન્ટ છે જેમાં કરોડો રૂ. જમા કરાયેલા છે.

રિપોર્ટ પ્રમાણે જયા અને અમિતાભ પાસે લગભગ 62 કરોડ રૂ.નું ગોલ્ડ અને જ્વેલરી છે. જેમાં જયા પાસે 26 કરોડ રૂ.ની જ્વેલરી અને અમિતાભ પાસે 36 કરોડ રૂ. કરતા પણ વધારે કિંમતની જ્વેલરી છે. આ સિવાય અમિતાભ પાસે 13 કરોડ રૂ.નું કુલ મૂલ્ય ધરાવતી 12 ગાડી છે જેમાં રોલ્સ રોયલ, ત્રણ મર્સિડિઝ, એક પોર્શ અને એક રેન્જ રોવરનો સમાવેશ થાય છે. આ સિવાય અમિતાભ પાસે તાતા નેનો કાર અને એક ટ્રેકટર પણ છે. આ સિવાય અમિતાભ અને જયા પાસે અનુક્રમે 3.4 કરોડ તેમજ  51  લાખ રૂ.ની ઘડિયાલ છે. આ સિવાય અમિતાભ પાસે 9 લાખ રૂ. કરતા વધારે કિંમતની પેન છે. મુંબઈ અને દિલ્હીના અર્બન વિસ્તારમાં બંગલાઓ સિવાય આ કપલ પાસે ફ્રાન્સમાં રોયલ પ્રોપર્ટી છે. આ સિવાય નોઇડા, ભોપાલ, પુણે, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અમિતાભ બચ્ચન પાસે પ્રોપર્ટી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news