RAID on box office: અજય દેવગનની બોક્સ ઓફીસ પર રેડ, ત્રણ દિવસમાં 40 કરોડ

અજય દેવગણની આ ફિલ્મને માત્ર દર્શકો જ નહી પરંતુ ક્રિટિક્સ દ્વારા પણ વખાણવામાં આવી રહી છે, સૌરભ શુક્લા અને તેની માં પુષ્પા જોશીની એક્ટિંગ પણ વખણાઇ રહી છે

RAID on box office: અજય દેવગનની બોક્સ ઓફીસ પર રેડ, ત્રણ દિવસમાં 40 કરોડ

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝની ફિલ્મ રેડ આ વર્ષની બીજી સૌથી મોટી ફિલ્મ બની ગઇ છે. પહેલા વીકેન્ડ પર ફિલ્મે ધમાકેદાર કમાણી કરી. ફિલ્મની ત્રણ દિવસની કુલ કમાણી 41.25 કરોડની છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાનાં ટ્વીટ અનુસાર રેડને પદ્માવત બાદ આ વર્ષનું સૌથી મોટુ ઓપનિંગ મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મે પહેલા દિવસે 10.04 કરોડની કમાણી કરી હતી અને બીજા દિવસથી જ ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો.

અજય દેવગણની આ ફિલ્મને માત્ર દર્શક જ નહી પરંતુ ક્રિટિક્સ દ્વારા પણ સરાહવામાં આવી છે. ફિલ્મમાં સૌરભ શુક્લા વિલનની ભુમિકામાં છે અને તેમનાં પાત્રને પણ ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફિલ્મનું વીકેન્ડ તો સારુ રહ્યું પરંતુ આ અઠવાડીયામાં ફિલ્મ કેવી કમાણી કરે છે, તે જોવું ખુબ જ રસપ્રદ રહેશે. 

Fri - ₹ 10.04 cr.

Sat - ₹ 13.86 cr.

Sun - ₹ 17.35 cr.

Total - ₹ 41.25 cr.

— Ramesh Bala (@rameshlaus) March 19, 2018

દમદાર ભુમિકામાં છે અજય દેવગણ

અજય દેવગણ આ ફિલ્મમાં ડેપ્યુટી કમિશ્રરનાં પાત્રમાં છે અને ઇલિયાનાં ડિક્રૂઝ તેની પત્નીની ભુમિકામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મની વાર્તા સત્ય ઘટના પર આધારિત છે, જેમાં અજય દેવગણ લખનઉનાં ઇન્કમટેક્સ અધિકારી શરદ પ્રસાદ પાંડેની ભુમિકામાં છે. નોંધનીય છે કે, શરદે એખ વેપારી સરદાર ઇન્દ્રસિંહનાં ઘરે વર્ષ 1981માં દરોડો પાડ્યો હતો અને 1.60 કરોડ રૂપિયાની રોકડ અને સોનું જપ્ત કર્યું હતું. આ રેડ 18 કલાક સુધી ચાલી હતી જેમાં 45 લોકો સતત માત્ર નોટો ગણી રહ્યા હતા. 

ફિલ્મમાં સૌરભ શુક્લાની માંના પાત્રમા જોવા મળેલ પુષ્પા જોશી પણ લોકોને પસંદ પડી રહ્યા છે. તેમની એક્ટિંગને પણ દર્શકો પસંદ કરી રહ્યા છે. બીજી તરફ સૌરભ શુક્લાએ પોતાનાં પાત્રને ખુબ જ સારી રીતે ન્યાય આપ્યો છે. આ ફિલ્મમાં દેખાડવામાં આવેલ રીક્રિએટિડ ગીતોમાં રાહત ફહેત અલીનું ગીત અને અમિત ત્રિવેદીનું મ્યુઝીક પણ ઘણુ સારૂ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news