બોલિવૂડની 'આઈટમ ગર્લ' રાખી સાવંતનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

અભિનેત્રી રાખી સાવંતનું કહેવું છે કે એક સમય એવો હતો કે ફિલ્મ નિર્માતાઓએ તેને કામ આપવાની ઘસીને ના પાડી દીધી હતીં.

બોલિવૂડની 'આઈટમ ગર્લ' રાખી સાવંતનો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો

નવી દિલ્હી: અભિનેત્રી રાખી સાવંતનું કહેવું છે કે એક સમય એવો હતો કે ફિલ્મ નિર્માતાઓએ તેને કામ આપવાની ઘસીને ના પાડી દીધી હતીં. ત્યારે તેમે પોતાના રંગરૂપમાં ફેરફાર કરવા માટે સર્જરી કરાવવી પડી હતી. રાખીનું અસલ નામ નીરુ ભેદા છે. રાખીએ વીકેન્ડ ચેટ શો 'જઝ્બાત સંગીન સે નમકીન તક'ના એક એપિસોડનું શુટિંગ કર્યું. એક નિવેદનમાં કહેવાયું કે જ્યારે આ શોના મેજબાન રાજીવ ખંડેલવાલે રાખીને નીરુ કહીને બોલાવી તો તે ખુબ જ ભાવુક બની ગઈ હતી.

રાખીએ કહ્યું કે 'મારા પરિવારે મને મનોરંજન ઉદ્યોગમાં જવાની ક્યારેય મંજૂરી આપી નહતી.  તેઓ જ્યારે મને નાચતા જોઈ લેત તો મને મારી મારીને લાલપીળી કરી નાખત. આખરે હું જ્યારે મુંબઈ પહોંચી ત્યારે મેં અનેક નિર્માતાઓ સામે નાચવાનું અને મારી પ્રતિભા બતાવવાનું શરૂ કર્યું તો તેમણે મારી સામે ખરાબ નજરથી પણ જોયું.'

રાખીએ એમ પણ કહ્યું કે મેં વિચાર્યું કે આવા વિચારશૂન્ય લોકો સામે નાચવાની જગ્યાએ હું ડાન્સ બારમાં ડાન્સ કરીશ. અનેકવાર ઠુકરાવવામાં આવી અને લુક તથા રંગરૂપ સુધારવા માટે પછી મે સર્જરીનો સહારો લીધો. સર્જરી રૂમમાં હું નીરુ ભેદા તરીકે ગઈ હતી પરંતુ ત્યાં વધુ સારા રંગરૂપ સાથે રાખી સાવંત તરીકે બહાર નીકળી. 'જઝ્બાત સંગીન સે નમકીન તક'નું પ્રસારણ ઝી ટીવી પર થાય છે.

(ઈનપુટ IANS માંથી પણ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news