કોરોના વેક્સિન લેવા સમયે ડરી ગઈ Rakhi Sawant, ગાવા લાગી ગીત, જુઓ Viral Video

Rakhi Sawant Video: રાખી સાવંતનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે વેક્સિન લેતી જોવા મળી રહી છે.   

Updated By: Jun 16, 2021, 10:44 PM IST
કોરોના વેક્સિન લેવા સમયે ડરી ગઈ Rakhi Sawant, ગાવા લાગી ગીત, જુઓ Viral Video

નવી દિલ્હીઃ Rakhi Sawant Taking Corona Vaccine See Actress Funny Video: બિગ બોસથી જાણીતી બનેલી રાખી સાવંત (Rakhi Sawant) હંમેશા સોશિયલ મીડિયા પર પોતાના અંદાજ માટે વાયરલ થતી રહે છે. રાખી પોતાના મજાકભર્યા અંદાજ માટે જાણીતી છે, સાથે અભિનેત્રીનો ડ્રામા અનેક લોકોને પસંદ આવે છે. તેવામાં રાખીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કોરોના વેક્સિન લગાવી રહી છે. આ દરમિયાન તેની સ્થિતિ ખરાબ થઈ જાય છે. 

રાખી એન્ટરટેઈનમેન્ટ ક્વીનની સાથે સોશિયલ મીડિયા ક્વીન પણ બની રહે છે. હંમેશા તેના વીડિયો વાયરલ થતા રહે છે. તેવામાં હવે રાખીએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે વેક્સિન લતી જોવા મળી રહી છે, તેનો વેક્સિન લગાવવાનો વીડિયો પણ ખુબ વાયરલ થયો છે. 

રાખીએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાખી ડરેલી છે અને તે નર્સને કહે છે, હું એક ગીત ગાવ નવું.. મારો વીડિયો રિલીઝ થવાનો છે... તેરે ડ્રીમ મેં મેરી એન્ટ્રી... મેરે ડ્રીમ મેં તેરી એન્ટ્રી. રાખી વીડિયોમાં જણાવે છે કે તેણે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝ લીધો છે. વિંદુ દારા સિંહે પણ રાખીના વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યું છે- આપ કે હાથ મેં કોવિશીલ્ડ કી એન્ટ્રી. આ રીતે લોકો રાખીના વીડિયો પર કોમેન્ટ કરી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube