રામાયણના `રાવણ`ના મોતની ઉડી અફવા, `લક્ષ્મણ`એ જણાવ્યું શું છે સત્ય
કોરોનાના આ સમયમાં અનેક ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બોલીવુડ અને ટેલીવુડમાં પણ અનેક હસ્તીઓનું નિધન થયું. આ બધા વચ્ચે કેટલીક અફવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક એવી અફવા ઉડી કે રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું. આ સમાચાર સુનિલ લહેરીએ ફગાવ્યા છે. તેમણે રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. સુનિલે લોકોને અપીલ કરતા કહ્યું કે આવી અફવાઓથી બચો.
નવી દિલ્હી: કોરોનાના આ સમયમાં અનેક ખરાબ સમાચારો સામે આવી રહ્યા છે. બોલીવુડ અને ટેલીવુડમાં પણ અનેક હસ્તીઓનું નિધન થયું. આ બધા વચ્ચે કેટલીક અફવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક એવી અફવા ઉડી કે રામાયણમાં રાવણની ભૂમિકા ભજવનારા અરવિંદ ત્રિવેદીનું નિધન થયું. આ સમાચાર સુનિલ લહેરીએ ફગાવ્યા છે. તેમણે રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી. સુનિલે લોકોને અપીલ કરતા કહ્યું કે આવી અફવાઓથી બચો.
અરવિંદ ત્રિવેદી બિલકુલ ઠીક છે
સુનિલ લહેરીએ અરવિદ ત્રિવેદીની એક તસવીર શેર કરીને મેસેજ આપ્યો છે. તેમણે લખ્યું કે કોરોનાના કારણે આજકાલ કોઈને કોઈ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. ઉપરથી અરવિંદ ત્રિવેદીજીના ખોટા ખબર. ખોટી અફવાઓ ફેલાવનારાઓને મારી પ્રાર્થના છે કે કૃપા કરીને આવી ખબર ન ફેલાવો. ભગવાનની દયાથી અરવિંદજી ઠીક છે અને પ્રાર્થના કરું છું કે ભગવાન તેમને સદા સ્વસ્થ રાખે.
Corona Update: કોરોનાના નવા કેસમાં વળી પાછો તોતિંગ વધારો, 3700થી વધુ લોકોના મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube