આલિયા ભટ્ટ નહીં આ યુવતી છે રણબીર કપૂરની પહેલી પત્ની, ખુદ એક્ટરે કર્યો મોટો ખુલાસો
Alia Is Not Ranbir First Wife: રણબીર કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. અભિનેતાએ કહ્યું કે, આલિયા તેની પહેલી પત્ની નથી. રણબીર કપૂરનું આ નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. ચાલો હવે તમને જણાવીએ કે અભિનેતાએ આવું કેમ કહ્યું?
Trending Photos
Alia Is Not Ranbir First Wife: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને આ એપ્રિલમાં 3 વર્ષ પૂર્ણ થશે. બન્નેને એક સુંદર પુત્રી છે જેનું નામ રાહા છે. હાલમાં જ અભિનેતાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, આલિયા તેની પહેલી પત્ની નથી. રણવીર કપૂરનું આ ચોંકાવનારું નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે.
કોણ છે રણબીરની પહેલી પત્ની?
માશાબેલ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે એ સમયની વાત કરી જ્યારે તેણે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેમણે કહ્યું કે, તેની એક એવી ફેન્સ હતી, જેણે તેના ઘરના ગેટ પર આવીને લગ્નની તમામ વિધિઓ કરી હતી. રણબીરે કહ્યું કે, 'તે ખૂબ જ ક્રેઝી હતી. મારા ઘરના ગેટની બહાર એક યુવતી આવી, હું તેને ઓળખતો પણ નહોતો. પરંતુ મારા વોચમેને જણાવ્યું કે તે પંડિત સાથે આવી હતી અને ગેટની બહાર લગ્ન કરી લીધા હતા. આ તે બંગલાની વાત છે જ્યાં હું મારા માતા-પિતા સાથે રહેતો હતો. તે સમયે હું શહેરની બહાર હતો. પછી રણબીર કપૂરે મજાકમાં કહ્યું કે, આ રીતે તો હું મારી પહેલી પત્નીને ક્યારેય મળ્યો નથી, મને આશા છે કે ક્યારેક મુલાકાત થઈ જશે.'
રણબીરની ક્રેઝી ફેન
જો કે, રણબીર ક્યારેય તેની આ ફિમેલ ક્રેઝી ફેનને મળ્યો નથી, પરંતુ તેણે મજાકમાં તેને પોતાની પહેલી પત્ની કહી હતી. આ ઈન્ટરવ્યુમાં રણબીર કપૂરે ગુગલ કરવામાં આવેલા પ્રશ્નોના સૌથી વધારે જવાબ આપ્યા હતા. તેમાંથી એક પ્રશ્ન સોશિયલ મીડિયાને લઈ હતો. અભિનેતાએ કહ્યું કે, 'જુઓ, મારું એકાઉન્ટ છે, પરંતુ હું પોસ્ટ કરતો નથી અને મારા ફોલોઅર્સ પણ નથી. તો આવી સ્થિતિમાં શું મતબલ છે એકાઉન્ટ વિશે બતાવવાનો. હું મારું એકાઉન્ટ પબ્લિક કરીશ, પરંતુ હાલ નહીં. અત્યારે હું સોશિયલ મીડિયા વિના ઠીક-ઠાક કામ કરી રહ્યો છું.'
250 રૂપિયા હતી રણવીરની પહેલી સેલેરી
રણબીરે તેની પહેલી સેલેરીની અમાઉન્ટ વિશે પણ ખુલાસો કર્યો હતો. અભિનેતાએ કહ્યું કે, 'મારો પહેલો પગાર 250 રૂપિયા હતો. આ પ્રેમ ગ્રંથમાં સહાયક તરીકે કામ કરતી વખતે મળ્યો હતો. હું એક સારા છોકરાની જેમ મારો પહેલો પગાર મારી માતાના ચરણોમાં મૂકી દીધો હતો. જ્યારે માતાએ જોયું તો તે રડવા લાગી હતી.' વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણબીર છેલ્લે ફિલ્મ 'એનિમલ'માં સ્ક્રીન પર જોવા મળ્યો હતો. તેણે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે