)
Mardaani 3 Poster: યશરાજ ફિલ્મ્સે નવરાત્રીના પહેલા દિવસે ફિલ્મ ચાહકોને ખાસ ભેટ આપી છે. રાની મુખર્જીની જે ફિલ્મની રાહ છેલ્લા ઘણા સમયથી જોવાતી હતી તે ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરીને ફિલ્મી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અહીંયા વાત થઈ રહી છે રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 3 ની.. રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 3 નું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું છે. તેમના પોસ્ટરમાં રાની મુખર્જી હાથમાં પિસ્તોલ પકડીને જોવા મળે છે અને બેકગ્રાઉન્ડમાં દિલ્હી પોલીસ લખેલું છે અને બેરીકેડ પણ દેખાય છે. ફિલ્મના પોસ્ટર પરથી એવું લાગે છે કે ફિલ્મની સ્ટોરી દિલ્હી પોલીસ આસપાસ ફરતી હશે.
નવરાત્રિના પહેલા દિવસે મર્દાની 3 ફિલ્મનું પોસ્ટર ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટર સાથે મેકર્સે કેપ્શન પણ લખ્યું છે. કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે નવરાત્રિના પહેલા દિવસે અસત્ય પર સત્યના વિજયની ઉજવણી. આ ફિલ્મમાં ફરી એક વખત રાની મુખર્જી દમદાર પોલીસ ઓફિસર શિવાની શિવાજી રોય તરીકે જોવા મળશે. જે પોતાના કરિયરના સૌથી મુશ્કેલ કેસની તપાસ કરશે.
જે પોસ્ટર શેર કરવામાં આવ્યું છે તેમાં રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.. રાની મુખર્જીની ફિલ્મ મર્દાની 3 ફેબ્રુઆરી 2026 સિનેમા ઘરોમાં રિલીઝ થશે. ફિલ્મ નિર્દેશન અભીરાજ મીનાવાલા કરી રહ્યા છે. મર્દાની ફિલ્મ 2014માં આવી હતી જેના ડાયરેક્ટર પ્રદીપ સરકાર હતા. આ ફિલ્મ માનવ તસ્કરી જેવા ગંભીર મુદ્દા પર આધારિત હતી.
ત્યાર પછી 2019 માં મર્દાની 2 ફિલ્મ રિલીઝ થઈ. જેમાં એક ખતરનાક અપરાધી, બળાત્કારી અને હત્યારાની સ્ટોરી દેખાડવામાં આવી હતી. આ ફિલ્મને ગોપીનાથ પુથરને ડાયરેક્ટ કરી હતી. હવે આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મને જોવા માટે ચાહકોમાં ઉત્સાહ છે. જાણવા મળતી માહિતી અનુસાર આ વખતની ફિલ્મની સ્ટોરી પણ ખતરનાક અપરાધી આસપાસ ફરે છે. આ કેસ શિવાની શિવાજી રોય નો સૌથી મુશ્કેલ કેસ હશે.
મહત્વનું છે કે મર્દાની હિન્દી સિનેમાની સૌથી મોટી મહિલા પ્રધાન ફ્રેન્ચાઇઝી માનવામાં આવે છે છેલ્લા 11 વર્ષથી દર્શકો વચ્ચે મર્દાની ફિલ્મની અલગ જ લોકચાહના છે. આ પોસ્ટર પર ચાહકો તાબડતોડ રિએક્શન આપી રહ્યા છે