અમિતાભ બચ્ચનનો ફોટો જોઈને જ રેખા બોલી 'ખતરો', VIDEO આગની જેમ વાઈરલ

બોલિવૂડ અભિનેત્રી રેખા જ્યાં જાય છે ત્યાં ચર્ચામાં આવી જાય છે. આ વખતે જ્યારે તે ડબ્બુ રતનાનીના કેલેકન્ડર લોન્ચ પર પહોંચી તો એક એવી ઘટના ઘટી કે બધા હસવા  લાગ્યા હતાં.

Updated By: Feb 20, 2020, 01:24 PM IST
અમિતાભ બચ્ચનનો ફોટો જોઈને જ રેખા બોલી 'ખતરો', VIDEO આગની જેમ વાઈરલ

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી રેખા જ્યાં જાય છે ત્યાં ચર્ચામાં આવી જાય છે. આ વખતે જ્યારે તે ડબ્બુ રતનાનીના કેલેકન્ડર લોન્ચ પર પહોંચી તો એક એવી ઘટના ઘટી કે બધા હસવા  લાગ્યા હતાં. રેખા જ્યારે અહીં પહોંચી તો તે ડબ્બુની પુત્રી સાથે રેમ્પ વોક કરવા લાગી હતી. પરંતુ જ્યારે અટકી તો સામે અમિતાભ બચ્ચનનો ફોટો હતો. તસવીર જોઈને રેખાએ મજેદાર રિએક્શન આપતા કહ્યું કે અહીં ડેન્જર ઝોન છે, ચાલો. તેની વાત સાંભળીને ત્યાં હાજર લોકો હસી પડ્યાં. 

અત્રે જણાવવાનું કે રેખા અને અમિતાભની મિત્રતાના ચર્ચા માયાનગરીમાં થતા રહે છે. બંને 1976માં ફિલ્મ દો અન્જાનેના સેટ પર મળ્યા હતાં. ત્યારબાદ બંને વચ્ચે નીકટતા વધવાના અહેવાલ સામે આવ્યાં. અભિનેત્રી સિમી ગરેવાલના ચેટ શોમાં જ્યારે રેખાને પૂછવામાં આવ્યું કે શું એક સાથે કામ કરતા હતાં ત્યારે તેને અમિતાભ સાથે પ્રેમ થયો હતો તો રેખાએ જવાબ આપ્યો હતો કે બિલકુલ, આ શું મુર્ખામી જેવો સવાલ છે. હું આજ સુધી એવા કોઈ માણસને, સ્ત્રીને કે બાળકને મળી નથી જે તેમને દીવાનગીની હદ સુધી પ્રેમ ન કરતો હોય. 

જો કે આ ઈન્ટરવ્યુ બાદ રેખાએ સ્પષ્ટતા પણ કરી હતી કે તેમનો અમિતાભ સાથે કોઈ અંગત સંબંધ નહતો રહ્યો. પછી ભલે અખબારોના મથાળા ગમે તે કહે. આ ઈન્ટરવ્યુ દરમિયાન રેખાએ એ પણ સ્પષ્ટતા  કરવાની કોશિશ કરી હતી કે અમિતાભ સાથે તેમનો પ્રેમ એક ફેન જેવો હતો. 

જ્યારે સિમીએ અમિતાભને આ અંગે સવાલ કર્યો કે રેખા અંગે સમાચારો કેમ આવતા રહે છે તો તેમણે તે વખતે જવાબ આપ્યો હતો કે તે વાત મીડિયાને પૂછો. તે મારી કો સ્ટાર હતી અને અમે સાથે કામ કરતા હતાં. પરંતુ તેને કઈંક બીજુ જ બનાવી દેવાય છે. આવા આરોપોનો મે ખુબ સામનો કર્યો છે. કેટલાક આરોપો તો એટલા વાહિયાત હતાં કે હું તેની સાથે રહેવા જતો રહ્યો છું કે તે મારી સાથે રહેવા આવી ગઈ છે. કોઈ પણ તપાસ વગર મારા પર આરોપો લગાવી દેવાતા હતાં. 

આમ તો જો કે બંનેની કેમિસ્ટ્રી પડદા પર ખુબ જ સુપરહિટ હતી. તેમની જોડી મિસ્ટર નટવરલાલ, મુક્કદર કા સિકંદર અને સિલસિલા જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube