સુશાંતના મોતના દિવસે તેના ઘરની બહાર ઘૂમતી જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' વિશે થયો ચોંકાવનારો ખુલાસો 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતની તપાસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે જે મિસ્ટ્રી ગર્લ (Mistry Girl)  પર ખુબ હોબાળો મચ્યો હતો તેની ઓળખનો પણ ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે (Mumbai Police)  જે શંકાસ્પદ યુવતીનો ઉલ્લેખ કર્યો હતો તે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની મિત્ર જમીલા છે. 

Updated By: Aug 17, 2020, 09:40 AM IST
સુશાંતના મોતના દિવસે તેના ઘરની બહાર ઘૂમતી જોવા મળેલી 'મિસ્ટ્રી ગર્લ' વિશે થયો ચોંકાવનારો ખુલાસો 

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતની તપાસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યાં છે. હવે જે મિસ્ટ્રી ગર્લ (Mistry Girl)  પર ખુબ હોબાળો મચ્યો હતો તેની ઓળખનો પણ ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસે (Mumbai Police)  જે શંકાસ્પદ યુવતીનો ઉલ્લેખ કર્યો હતો તે રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની મિત્ર જમીલા છે. 

સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકાનો ચોંકાવનારો VIDEO આવ્યો સામે, જાણો શું છે મામલો

અત્રે જણાવવાનું કે 14 જૂનના રોજ સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ખબર જાણીને તેના ઘર પર પ્રિયંકા ખેમાની, જમીલા અને મહેશ શેટ્ટી પહોંચ્યા હતાં. પરંતુ ઘટના સ્થળે હાજર પોલીસે તેમને અંદર જવા દીધા નહીં. જો કે ત્યારબાદ જમીલા સુશાંત સિંહના ઘરના સ્ટાફ મેમ્બર્સને મળીને નીકળી ગઈ હતી. 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'મા આ દમદાર અભિનેતાની થઈ રહી છે એન્ટ્રી!, જાણો કયું પાત્ર ભજવશે

નોંધનીય છે કે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે રવિવારે સુશાંત સિંહ રાજપૂત કેસને સીબીઆઈને સોંપવાની ફરીથી ના પાડી દીધી. બોલિવૂડ હસ્તીઓથી લઈને વિપક્ષી દળો પણ સુશાંત સિંહ રાજપૂતના કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી ઉઠાવતા રહ્યાં છે પરંતુ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે એકવાર ફરીથી કહ્યું કે આ કેસની તપાસ મુંબઈ પોલીસ જ કરશે. જો કે સુશાંત સિંહ રાજપૂતના મોતના બે મહિના બાદ પણ મુંબઈ પોલીસની તપાસ એક ડગલું પણ આગળ વધી નથી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube