લગ્નની શુભકામના સાથે રોહિતે અનુષ્કાને આપી ખાસ સલાહ

રોહિત શર્માએ અનુષ્કાને શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે પોતાની અટક નહી બદલવા માટે પણ જણાવ્યું હતું

લગ્નની શુભકામના સાથે રોહિતે અનુષ્કાને આપી ખાસ સલાહ

નવી દિલ્હી : ક્રિકેટ અને રમત જગતની હસ્તિઓએ ટ્વિટર દ્વારા ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવુડ અભિનેત્રી અનુષ્કા શર્માને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી વિરાટ અને અનુષ્કા સોમવારે ઇટાલીમાં લગ્નનાં બંધનમાં બંધાયા હતા. બંન્નેએ ટ્વિટર પર પોતાનાં લગ્નનાં સમાચાર શેર કર્યા હતા. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર લગ્નની તસ્વીરો વાઇરલ થઇ હતી જ્યારે શુભકામનાઓનો પણ વરસાદ થયો હતો.

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી માંડીને શાહરૂખ ખાન, પ્રિયંકા ચોપડા, કરણ જોહર, સાનિયા મિર્ઝા અને સચિન તેંડુલકર સહિતનાં લોકોએ નવી જોડીને શુભકામનાઓ પાઠવી હતી. જો કે રોહિત શર્માએ પણ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માને લગ્નની શુભકામનાઓ પાઠવી હતી. જો કે રોહિત શર્માએ કોહલી અને અનુષ્કા શર્માને લગ્નની શુભકામનાઓ પાઠવવાની સાથે સાથે એક સલાહ પણ આપી હતી. રોહિત શર્માની શુભકામનાઓ આપતા  અનુષ્કાને પોતાની સરનેમ નહી બદલવા માટે કહ્યું છે. અનુષ્કાને પોતાની સરનેમ શર્મા યથાવત્ત રાખવા માટે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિરાટે લગ્ન માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. બીજી તરફ શ્રીલંકાની સાથે ચાલી રહેલી વનડે અને ટી20 સીરીઝમાં નથી રમી રહ્યા. તેમનાં સ્થાને રોહિત શર્મા ટીમની કમાન સંભાળી રહ્યો છે. વિરાટ અને અનુષ્કા ઇટાલીથી સીધા દક્ષિણ આફ્રીકા જશે, જ્યાં તેઓ દક્ષિણ આફ્રિકા સાથે યોજાનારી સીરીઝની તૈયારી કરશે. અનુષ્કા નવુ વર્ષ વિરાટની સાથે જ મનાવશે. અનુષ્કાનાં પ્રતિનિધીએ તેની પૃષ્ટી કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news