'પટૌડી પેલેસ' 800 કરોડમાં ખરીદવા મામલે સૈફ અલી ખાને તોડ્યું મૌન, જાણો શું કહ્યું...

તેમૂરના પિતા અને બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)નું ઘર પટૌડી પેલેસ (Pataudi Palace) તાજેતરમાં ચર્ચાઓમાં છે. તેની પાછળનું કારણ છે કે, પટૌડી પેલેસ (Pataudi Palace)ને લઇને ચર્ચાઓ છે કે, સૈફ અલી ખાને એક હોટલ ચેન પાસેથી પટૌડી પેલેસ ફરી ખરીદ્યો છે. તે પણ 800 કરોડ રૂપિયા આપીને. આ મામલે સૈફ અલી ખાને એક ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જણાવવામાં આવી રહેલી કિંમત ખોટી છે. પટૌડી પેલેસ ક્યારે પણ વેચાયો નથી.

Updated By: Oct 23, 2020, 02:55 PM IST
'પટૌડી પેલેસ' 800 કરોડમાં ખરીદવા મામલે સૈફ અલી ખાને તોડ્યું મૌન, જાણો શું કહ્યું...

નવી દિલ્હી: તેમૂરના પિતા અને બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)નું ઘર પટૌડી પેલેસ (Pataudi Palace) તાજેતરમાં ચર્ચાઓમાં છે. તેની પાછળનું કારણ છે કે, પટૌડી પેલેસ (Pataudi Palace)ને લઇને ચર્ચાઓ છે કે, સૈફ અલી ખાને એક હોટલ ચેન પાસેથી પટૌડી પેલેસ ફરી ખરીદ્યો છે. તે પણ 800 કરોડ રૂપિયા આપીને. આ મામલે સૈફ અલી ખાને એક ખુલાસો કર્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જણાવવામાં આવી રહેલી કિંમત ખોટી છે. પટૌડી પેલેસ ક્યારે પણ વેચાયો નથી.

આ પણ વાંચો:- અક્ષય કુમારની ફિલ્મ Laxmmi Bomb પર છેડાયો વિવાદ, લાગ્યો માતા લક્ષ્મીના આપમાનનો આરોપ

પટૌડી પેલેસથી સૈફનું ભાવનાત્મક જોડાણ
સૈફે એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આંકડાઓમાં તેનું મુલ્ય લગાવવું અશક્ય છે કેમ કે, ભાવનાત્મક રીતથી સંપતિની કિંમત ખુબજ વધારે છે. સૈફ અલી ખાને તેને અમૂલ્ય ગણાવ્યો છે. સાથે જ કહ્યું કે, તેના દાદા-દાદી અને પિતાની અહીં કબર છે. તેથી આ સ્થાન સુરક્ષિત રાખવું જરૂરી છે. સૈફે જણાવ્યું કે, આ સ્થાન સાથે તેનો આધ્યાત્મિક સંબંધ પણ છે.

આ પણ વાંચો:- 'તારક મહેતા...' શોમાં જબરદસ્ત વળાંક, આ લોકપ્રિય જોડી છોડી દેશે ગોકુલધામ?

સૈફના દાદએ બનાવ્યો હતો પટૌડી પેલેસ
સૈફ અલી ખાને વધુમાં કહ્યું કે, તેના દાદાએ દાદી માટે આ મહેલ 100 વર્ષ પહેલા બનાવ્યો હતો. તેઓ તે સમયના શાસક હતા. ત્યારબાદ અહીં રાજાશાહી દૂર થઈ ગઇ. તે દોર અલગ હતો, જેના કારણે તેના પિતાને તે મહેલ ભાડે આપવો પડ્યો હતો. તેમણે કહ્યું કે, જે લોકોને હોટલ ચલાવવા માટે મહેલ આપવામાં આવ્યો હતો, તેમણે તેની સારી સારસંભાળ રાખી છે. સાથે જ તેમણે જમાવ્યું કે, પિતાની મૃત્યુ બાદ તેમણે પરત લેવા ઇચ્છતા હતા. હાલના સમયમાં, લીઝ હવે સમાપ્ત કરવામાં આવી છે. ઘર પર પાછો ખાન પરિવારનો અધિકાર છે.

આ પણ વાંચો:- એજાઝ ખાનનો પંડિતોને 'ગાળો' બોલતો VIDEO વાયરલ, લોકોમાં આક્રોશ, ધરપકડની માગણી

ક્યારેય વેચાયો ન હતો પટૌડી પેલેસ
સૈફ અલી ખાને જણાવ્યું કે, આ એક નાણાકીય કરાર હતો. જેના અનુસાર સેફને તેને ખરીદવાની જરૂરીયાત નથી. તે પહેલાથી જ મહેલના માલિક હતા. ઘણા રિપોર્ટ્સ હતા કે મહેલ સેફને ખરીદવો પડ્યો, હાલના સમયમાં હવે તે સ્પષ્ટ થઇ ગયું છે કે, તેને ક્યારે વેચવામાં આવ્યો નથી. એક્ટરે જમાવ્યું કે ફિલ્મના શૂટિંગ માટે સંપતિનો કેટલોક ભાગ ભાડે હજુ પણ આપવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube