VIDEO: 'ટાઈગર' જેલના સળિયા પાછળ, સલમાનનો આ જૂનો વીડિયો અચાનક થયો વાઈરલ

સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન વન વિભાગની ઓફિસમાં બેઠેલો જોવા મળે છે.

VIDEO: 'ટાઈગર' જેલના સળિયા પાછળ, સલમાનનો આ જૂનો વીડિયો અચાનક થયો વાઈરલ

મુંબઈ: કાળિયારના શિકાર કેસમાં જોધપુર કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવી દીધો અને સલમાન ખાનને દોષિત ઠેરવીને 5 વર્ષની જેલની સજા સંભળાવી તથા 10000 રૂપિયા દંડ પણ ફટકાર્યો છે. આ બધા વચ્ચે હાલ સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન વન વિભાગની ઓફિસમાં બેઠેલો જોવા મળે છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વનકર્મી સલમાન ખાનના નિવેદનને નોંધ્યા બાદ આ અંગે કાગળો તૈયાર કરી રહ્યો છે.

લગભગ 19 વર્ષ જૂના કાળિયાર શિકાર કેસ મામલે આજે ચુકાદો આવ્યો. ચુકાદા બાદ  આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં સલમાન ખાન એકદમ ટશનમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એ પણ જોવા મળી રહ્યું છે કે વનકર્મી કામગીરી કરી રહ્યો છે અને સલમાન આ દરમિયાન ખુરશી પર પગ પર પગ ચડાવીને બેઠો છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો કાળા હરણ એટલે કે કાળિયારના શિકાર મામલે છે.

શું છે આ મામલો?

અત્રે જણાવવાનું કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ, સોનાલી બેંદ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાત્રે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. કેસમાં રજૂ કરવામાં આવેલા સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યું હતું કે સલમાન ખાને હરણોનો શિકાર કર્યો તે સમયે બધા આરોપી જિપ્સી ગાડીમાં સવાર હતા. તેમણે જણાવ્યું હતું કે જિપ્સીમાં હાજર બધા સ્ટાર્સે સલમાન ખાનને શિકાર કરવા માટે ઉશ્કેર્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને બધા ગામવાળા એકઠા થઇ ગયા હતા. ગામવાળા ત્યાં આવી જતાં સલમાન ખાન ગાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો અને બંને કાળીયાર ત્યાં પડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news