શાહરૂખ ખાન અને અલ્લુ અર્જુન એક સાથે કરશે ફિલ્મ! પ્રોજેક્ટને લઈ થયો મોટો ખુલાસો

Allu Arjun-Shahrukh Khan Movie: બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈ ખૂબ જ ચર્ચામાં છે. બધા શાહરૂખની ફિલ્મ 'કિંગ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે, અલ્લુ અર્જુન અને શાહરૂખ પડદા પર સાથે જોવા મળી શકે છે. ચાલો જાણીએ શું છે સત્ય.

શાહરૂખ ખાન અને અલ્લુ અર્જુન એક સાથે કરશે ફિલ્મ! પ્રોજેક્ટને લઈ થયો મોટો ખુલાસો

Allu Arjun-Shahrukh Khan Movie: બોલિવૂડના કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન આ દિવસોમાં તેની આગામી ફિલ્મ 'કિંગ'ને લઈ ખૂબ જ ચર્ચામાં છે. બધા શાહરૂખની ફિલ્મ 'કિંગ'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેતા શાહરૂખ ખાન પણ પોતાની ફિલ્મ 'કિંગ' માટે સખત મહેનત કરી રહ્યો છે. આ વચ્ચે એવી અફવા ફેલાઈ હતી કે, શાહરૂખ ખાન અને સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

શાહરૂખ ખાન અને અલ્લુ અર્જુન સાથે આવશે નજર!
જો કે, ફેન્સ પણ શાહરૂખ ખાન અને અલ્લુ અર્જુનને પડદા પર સાથે જોવા માંગે છે. શાહરૂખ અને અલ્લુ અર્જુન ફિલ્મમાં સાથે જોવા મળશે તેવા સમાચાર આવતા જ ફેન્સના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. પરંતુ હવે આ સમાચાર પર એક અપડેટ આવી છે અને જાણવા મળ્યું છે કે, શું થવાનું છે. પિંકવિલાના રિપોર્ટ અનુસાર શાહરૂખ ખાન અને મૈથરી ફિલ્મના નિર્માતાઓ વચ્ચે કોઈ વાતચીત થઈ નથી.

હજુ નથી થઈ કોઈ મીટિંગ
પિંકવિલાના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, શાહરૂખ ખાનની મૈથરી ફિલ્મના નિર્માતાઓ સાથે કોઈ મીટિંગ થઈ નથી. અભિનેતાના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, શાહરૂખ ખાન હાલમાં પોતાનો બધો સમય અપકમિંગ ફિલ્મ 'કિંગ'ને આપી રહ્યો છે. મૈથરી ફિલ્મના નિર્માતાઓ સાથે તેમની કોઈ મીટિંગ થઈ નથી અને તેણે કોઈ સ્ક્રિપ્ટ પણ વાંચી નથી.

ફિલ્મ 'કિંગ' મચાવશે ધમાલ
શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ'ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. આ ફિલ્મમાં તમને શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન, રાની મુખર્જી, દીપિકા પાદુકોણ, અનિલ કપૂર, અભિષેક બચ્ચન સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. આ ફિલ્મ 2026માં બોક્સ ઓફિસ પર રિલીઝ થશે. હાલમાં ફિલ્મ 'કિંગ'ની રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news