Shah Rukh Khan Shocking Statement: બોલીવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાન રોમેન્ટિક હીરો તરીકે જાણીતો છે. તે તેના પરિવારની ખુબ જ નજીક છે. પરિવારને લઈને ખુબ પઝેસિવ પણ છે. શાહરૂખ પોતાની વાતો ખુલીને કરે છે. એકવાર તો શાહરૂખે મોટા પુત્ર આર્યન માટે એવી વાત કરી નાખી તે જે કોઈ સપનામાં પણ ન વિચારી શકે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં શાહરૂખે 1997માં સિમી ગરેવાલના ટોક શોમાં પોતાની પત્ની ગૌરી સાથે હાજરી આપી હતી. તે સમયે આર્યનનો જન્મ થયો હતો. ઈન્ટરવ્યુમાં સિમી ગરેવાલે જ્યારે શાહરૂખને પૂછ્યું કે પુત્ર આર્યનનો ઉછેર કેવી રીતે કરશો? ત્યારે શાહરૂખે કહ્યું કે હું ઈચ્છું છું કે મારો પુત્ર એ તમામ ગંદા કામ કરે જે હું જવાનીમાં ન કરી શક્યો. શાહરૂખે એમ પણ કહ્યું કે,     હું ઈચ્છું છું કે મારો પુત્ર જ્યારે મોટો થાય ત્યારે હું તેને કહીશ કે છોકરીઓનો પીછો કરે. શાહરૂખનું કહેવું હતું કે જ્યારે આર્યન 3-4 વર્ષનો થઈ જશે ત્યારે તે તેને કહેશે કે તે છોકરીઓની પાછળ જઈ શકે છે. 


શાહરૂખે સિમીના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે- હું ઈચ્છું છું કે તે સેક્સ કરે, ડ્રગ્સ પણ કરે. તે જેટલું જલદી આ કામ શરૂ કરી દે તેટલું સારું હશે. શાહરૂખે કહ્યું હતું કે જો આર્યન ઘરની બહાર જશે તો હું ઈચ્છીશ કે તે મારી સાથે કામ કરનારા લોકો કે જેમની પુત્રીઓ છે, તે આવીને મારી પાસે તેની ફરિયાદ કરે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube