Shemaroo એ કરી નવા પ્લેટફોર્મ જાહેરાત, ગુજ્જુ દર્શકોનું રાખશે વિશેષ ધ્યાન

શેમારૂ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડે નવા યુગના બોલિવુડ સેન્સેશન ટાયગર શ્રોફની હાજરીમાં તેના ઓટીટી (ઓવર -ધ -ટોપ) પ્લેટફોર્મ શેમારૂમી (ShemarooMe) ની રજૂઆતની મુંબઈમાં જાહેરાત કરી છે. શેમારૂમી એ ભારતીય બજારનુ એક ઘનિષ્ઠ પ્લેટફોર્મ છે, જે બોલિવુડ, ગુજરાતી અને ભક્તિ અંગે ભારતીય વિડીયો કન્ટેન્ટ ઈચ્છતા દર્શકોને ભિન્ન પ્રકારની અને એક્સલુઝિવ સામગ્રી ઓફર કરશે અને તમામ વય જૂથોની જરૂરિયાત સંતોષશે. 

Updated By: Feb 15, 2019, 07:05 PM IST
Shemaroo એ કરી નવા પ્લેટફોર્મ જાહેરાત, ગુજ્જુ દર્શકોનું રાખશે વિશેષ ધ્યાન

અમદાવાદ: શેમારૂ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડે નવા યુગના બોલિવુડ સેન્સેશન ટાયગર શ્રોફની હાજરીમાં તેના ઓટીટી (ઓવર -ધ -ટોપ) પ્લેટફોર્મ શેમારૂમી (ShemarooMe) ની રજૂઆતની મુંબઈમાં જાહેરાત કરી છે. શેમારૂમી એ ભારતીય બજારનુ એક ઘનિષ્ઠ પ્લેટફોર્મ છે, જે બોલિવુડ, ગુજરાતી અને ભક્તિ અંગે ભારતીય વિડીયો કન્ટેન્ટ ઈચ્છતા દર્શકોને ભિન્ન પ્રકારની અને એક્સલુઝિવ સામગ્રી ઓફર કરશે અને તમામ વય જૂથોની જરૂરિયાત સંતોષશે. 

શેમારૂમી તેના ચાહકોને મનગમતી સામગ્રી જોવાની તક પૂરી પાડીને દરેક ડાયલોગ તથા દરેક યાદગાર દ્રશ્ય હૃદયમાં સ્થાન ધારણ કરે ત્યાં સુધી મમળાવવાની તક પૂરી પાડશે. આ એપ્પનો ઉદ્દેશ પોતાની મૂળ ભાષામાં આરામદાયકતા અનુભવતા દેશભરના તમામ ભારતીયોની જરૂરિયાત સંતોષવાની છે અને તે વિતેલાં વર્ષોમાં તેમણે કેળવેલો મસાલા કન્ટેન્ટનો સ્વાદ પૂરો પાડશે. ગુગલ કેપીએમજી 2017ના અહેવાલ અનુસાર વર્ષ 2021 સુધીમાં ભારતના ઈન્ટરનેટ વાપરનારા લોકોમાં ભારતીય ભાષાઓમાં સામગ્રી ઈચ્છતા લોકો 75 ટકા જેટલા હશે. અહીં એ ઉલ્લેખ કરવો જોઈએ કે ભારત કે જ્યાં વર્ષ 2017માં 30 કરોડ સ્માર્ટફોન વાપરનાર હતા તે વર્ષ 2022 સુધીમાં 44 કરોડ લોકોની સંખ્યા વટાવીને વૃધ્ધિની વ્યાપક ક્ષમતા સર્જશે. 

શેમારૂમીનો ઉદ્દેશ જેમની સામગ્રીની જરૂરિયાત અંગ્રેજી બોલતા લોકો પૂરતી મર્યાદિત નથી તેવા મેટ્રો શહેરો ઉપરાંતના આ જનસમુદાય સુધી પહોંચવાનો છે. કસ્ટમાઈઝ ઓફરો રજૂ કરીને  દરેક ભારતીયની કન્ટેન્ટની અગ્રતાને સંતોષશે. તે અલગ અલગ 7 કેટેગરીઝ ઓફર કરશે, જેમાં બોલિવુડ બેઝિક, બોલિવુડ પ્લસ, ગુજરાતી, કીડઝ, ભક્તિ, પંજાબી અને ઈબાદતનો સમાવેશ થાય છે. ગ્રાહકોને અલગ અલગ કેટેગરી માટે ચૂકવણી કરીને પોતાની ગમતી કેટેગરી પસંદ કરવાની છૂટ મળશે.
 
શેમારૂમીમાં એક્સલુઝિવ સામગ્રીનો સમાવેશ કરાશે જેમાં છેલ્લો દિવસ, ગુજ્જુભાઈ ધ ગ્રેટ, શરતો લાગુ, નટસમ્રાટ, થઈ જશે જેવી ફિલ્મો અને ગુજ્જુભાઈ બન્યા દબંગ, મારીવાઈફ મેરીકોમ, ગુજજુભાઈ ની ગોલમાલ અને અન્ય નાટકોનો સમાવેશ થશે. 

એપ્પની ભવ્ય રજૂઆત પ્રસંગે શેમારૂ એન્ટરટેઈનમેન્ટના સીઈઓ હિરેન ગડાએ જણાવ્યું હતું કે  "શેમારૂ માટે આ એક હરણફાળ છે, એક કંપની તરીકે અમે ભારતીય દર્શકોની નાડ હંમેશાં સમજતા રહાયા છીએ અને અમારો ઈતિહાસ તેનો સાક્ષી છે. ક્લાસિક અને સમકાલીન બોલિવુડ એ અમારી મુખ્ય તાકાત બની રહેશે. પણ અમે વણખેડાયેલા બજારને એથી પણ વિશેષ ઘણુ બધુ રજૂ કરવા માગીએ છીએ અને દેશી અર્થતંત્રને જાળવવા પ્રયત્નશીલ રહીશું. છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી અમે ગુજરાતી ગ્રાહકો તરફ ધ્યાન કેન્દ્રિત કરી તેમની મનપસંદ સામગ્રી રજૂ કરી છે. અમે માનીએ છીએ કે અમારી સામગ્રી ગુજરાતી દર્શકોને સાચા અર્થમાં ગમી જાય તેવી છે."

આ પ્રસંગે હાજર રહેલ બોલિવુડ સેલિબ્રીટી ટાઈગર શ્રોફે કહ્યું કે "શેમારૂ મારા બાળપણનાં અને વિકાસનાં વર્ષોમાં એક અવિભાજ્ય હિસ્સો બની રહ્યું છે.  બાળપણમાં મને ગમતી ફિલ્મો હું વારંવાર જોવાનુ પસંદ કરતો હતો. હુ બોલિવુડનો સાચો ચાહક છું,  મને આનંદ છે કે શેમારૂ હવે હંમેશની લોકપ્રિય ફિલ્મો મને વારંવાર જોવાની તક પૂરી પાડશે. બોલિવુડ ભારતીય ગ્રાહકો ઉપર પકડ ધરાવે છે. અને તે પોતાની સામગ્રીની લાંબી યાદી વડે દરેક ભારતીય ગ્રાહકની માંગ સંતોષશે. દેશભરમાં બોલિલિવુડના અસલી ચાહકો માટે શેમારૂની યાદગાર ભેટ બની રહેશે. હું અહીં હાજર રહેતાં ખૂબ જ રોમાંચ અનુભવુ છું. "

ડીજીટલ શેમારૂ એન્ટરટેઈનમેન્ટ લિમિટેડના સીઓઓ ઝુબીન શાહે જણાવ્યું હતું કે " શેમારૂમી મારફતે અમે વારંવાર જોવુ ગમે તેવી ઉત્તમ સામગ્રી વડે ભારતીયોને ખુશ કરવા માગીએ છીએ. અમારી સામગ્રી એક મજબૂત પ્લેટફોર્મના માધ્યમથી ઓફર કરાશે. અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોને કુશ કરવાનો છે. અમે લાઈવથી લીનીયર સામગ્રીથી માંડીને વીડીઓ, કન્ટેન્ટ જેવા વપરાશના તમામ વિકલ્પો અમારી પાસે ઉપલબ્ધ છે.  ગુજરાતી બોલતા દર્શકો માટે ક્વોલિટી ગુજરાતી સામગ્રીની ભારે માંગ છે અને અમારા કન્ટેન્ટ દ્વારા અમે તે સંતોષવા માગીએ છીએ. 

ગ્રાહકો વ્યક્તિગત અથવા શેમારૂમી પ્રિમીયમ પ્લાન ખરીદવાનો વિકલ્પ રેહશે, જે શેમારૂમી ના બધા વ્યક્તિગત પ્લાન માટે એક્સેસ આપશે. શેમારૂમી ના શરૂઆતના વ્યક્તિગત પ્લાનની કિંમત દર મહિને રૂ. 49 અને વાર્ષિક રૂ. 499 રખાઈ છે અને  શેમારૂમી પ્રિમીયમ પ્લાન દર મહીને રૂ. 99 અને વાર્ષિક રૂ. 999 રખાઈ છે. 

ગ્રાહકો ગુગલ પ્લે ios અથવા www.shemroome.comઉપરથી ShemarooMe ડાઉનલોડ કરી શકશે.  તે યુઝર ફ્રેન્ડલી અને કસ્ટમાઈઝેબલ હોવાથી ટૂંક સમયમાં  ગ્રાહકો પરિવારોની ઉત્તમ પસંદગી બની રહેશે. ShemarooMe રસપ્રદ પ્રાદેશિક સામગ્રી રજૂ કરવાનુ ચાલુ રાખશે.