આશિકીના ફેમસ સંગીતકાર Shravan Rathod કોરોના સંક્રમિત, વેન્ટિલેટર સપોર્ટ પર ખસેડાયા

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર શ્રવણ રાઠોડને (Shravan Rathod) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નદીમ-શ્રવણની જોડીથી જાણીતા શ્રવણ કોરોના સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેમને મુંબઇની એસ.એલ.રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

Updated By: Apr 19, 2021, 06:14 PM IST
આશિકીના ફેમસ સંગીતકાર Shravan Rathod કોરોના સંક્રમિત, વેન્ટિલેટર સપોર્ટ પર ખસેડાયા

નવી દિલ્હી: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર શ્રવણ રાઠોડને (Shravan Rathod) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નદીમ-શ્રવણની જોડીથી જાણીતા શ્રવણ કોરોના સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેમને મુંબઇની એસ.એલ.રહેજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

વેન્ટિલેટર સપોર્ટ પર છે શ્રવણ
ઇ-ટાઇમ્સના અહેવાલ મુજબ, શ્રવણ રાઠોડને (Shravan Rathod) વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવામાં આવ્યા છે. તેમના હૃદયના આકારમાં થોડો ફેરફાર થયો છે, જેના કારણે તેમના શરીરમાં યોગ્ય રીતે લોહી સંચાર થઈ શકતું નથી. તેમનો મિત્ર સમીર કહે છે કે શ્રવણ રાઠોડને ડાયાબિટીઝ છે અને આ ઇન્ફેક્શનના કારણે તેના ફેફસાંમાં ખરાબ અસર થઈ છે.

આ પણ વાંચો:- Bollywood ની હોરર ફિલ્મની સૌથી સુંદર 'ચુડેલ' તમને યાદ છે? Veerana માં ક્યાંં ખોવાઈ ગઈ Jasmin?

આશિકીથી થયા હિટ
1990 ના દાયકામાં બોલિવૂડ પર નદીમ-શ્રવણના (Nadeem-Shravan) સંગીતનું વર્ચસ્વ હતું. નદીમ સૈફી તેના ભાગીદાર શ્રવણ રાઠોડ (Shravan Rathod) સાથે ધૂન કંપોઝ કરતો હતો. ફિલ્મ 'આશિકી' માં તેના રોમેન્ટિક ગીતોની ધૂન ખૂબ પ્રખ્યાત થઈ. જોકે ગુલશન કુમારની (Gulshan Kumar) હત્યામાં નદીમના નામનો ઉલ્લેખ થતાં આ જોડી તૂટી ગઈ હતી.

આ પણ વાંચો:- Amitabh Bachchan ની જોવાની ક્ષમતા જતી તો નથી રહીને? જાણો જ્યારે લોકોને એવું લાગ્યું પછી શું થયું

જોડીએ આપ્યા ઘણા હિટ સોન્ગ
તમને જણાવી દઇએ કે, નદીમ શ્રવણની (Nadeem Shravan) જોડી 'આશિકી', 'સાજન', 'સડક', 'દિલ હૈ કી માનતા નહીં', 'સાથી', 'દીવાના', 'ફૂલ ઓર કાંટે', 'રાજા હિન્દુસ્તાની', 'જાન તેરે નામ', 'રંગ', 'રાજા', 'ધડકન', 'પરદેશ', 'દિલવાલે' અને 'રાજ' જેવી ફિલ્મોમાં સંગીત આપી પોતાની ઓળખ બનાવી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube