શાહરૂખની પાર્ટીમાં શ્વેતા અને કરિશ્માનો ધમાલ ડાન્સ, VIDEO થયો વાઇરલ

સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે આ વીડિયો

Updated: Nov 7, 2018, 02:40 PM IST
શાહરૂખની પાર્ટીમાં શ્વેતા અને કરિશ્માનો ધમાલ ડાન્સ, VIDEO થયો વાઇરલ

નવી દિલ્હી : બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાને દિવાળી પાર્ટી રાખી  હતી. આ પાર્ટીમાં સલમાન ખાન, જયા બચ્ચન, કરિશ્મા કપૂર, કાજોલ, આલિયા ભટ્ટ, કરિના કપૂર, કરણ જોહર, આમિર ખાન, વિદ્યા બાલન, શ્વેતા નંદા, સિદ્ધાર્થ રોય કપૂર, અનન્યા પાંડે તેમજ સારા અલી ખાન જેવી સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. 

આ પાર્ટીમાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદા અને કરિશ્મા કપૂરની જોડી જોવા મળી હતી. સોશિયલ મીડિયામાં આ બંને ડાન્સ કરી રહ્યા હોય એવા વીડિયો પણ વાઇરલ બન્યા છે. આમાં કરિશ્માએ ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો છે જ્યારે શ્વેતા બ્લેક રંગના ડ્રેસના ખૂબસુરત લાગી રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે આ બંને એકબીજાની બહુ નજીક હતા અને બંનેએ ડાન્સ કરીને પાર્ટીનો માહોલ બદલી નાખ્યો હતો. નોંધનીય છે કે વર્ષો પહેલાં શ્વેતા અને કરિશ્મા નણંદ-ભાભી બનવાના હતા. જોકે, અભિષેક અને કરિશ્માની સગાઈ તુટી ગઈ હતી અને પછી અભિષેકના લગ્ન ઐશ્વર્યા રાય બચ્ચન સાથે થયા હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે શ્વેતા અને ઐશ્વર્યાને એકબીજા સાથે બિલકુલ નથી ફાવતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

#KarismaKapoor #ShwetaBachchanNanda look lovely in one frame

A post shared by BollywoodReels (@bollywood_reels) on

કરિશ્મા તેમજ શ્વેતા વચ્ચે બહુ જુની મિત્રતા છે. આ પહેલાં શ્વેતાના બ્રાન્ડ કલેક્શન સ્ટોર MXSના લોન્ચ પર પણ કરિશ્મા જોવા મળી હતી. એ સમયે કરિશ્માએ પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શ્વેતા સાથે એક તસવીર પણ પોસ્ટ કરી હતી. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...