Mukul Dev: સન ઓફ સરદાર ફેમ એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન

Mukul Dev Passed Away: ટીવી ઈંડસ્ટ્રીથી લઈ હિંદી સિનેમામાં પોતાના અભિનયથી ઓળખ ઊભી કરનાર એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન થયું છે. આ ખબરથી ઈંડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 

Mukul Dev: સન ઓફ સરદાર ફેમ એક્ટર મુકુલ દેવનું 54 વર્ષની વયે નિધન

Mukul Dev Passed Away: ટીવીથી લઈને બોલીવુડની ફિલ્મોમાં કામ કરી ચુકેલા દમદાર એક્ટર મુકુલ દેવનું અવસાન થયું છે. મુકુલ દેવ એ 54 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખબરથી ઈંડસ્ટ્રી સાથે તેના ફેન્સને પણ આંચકો લાગ્યો છે. મુકુલ દેવ બોલીવુડ એક્ટર રાહુલ દેવના નાના ભાઈ છે. મુકુલ દેવના નિધનની પુષ્ટી એક્ટર વિંદૂ દારા સિંહે ટ્વીટ કરીને કરી છે. 

એક્ટર વિંદુ દારા સિંહે તેની પોસ્ટમાં લખ્યું છે કે, "મારા ભાઈ મુકુલ દેવને શાંતિ મળે. તારી સાથે પસાર કરેલો સમય હંમેશા યાદ રહેશે"  જાણવા મળતી માહિતી અનુસાર મુકુલ દેવનું નિધન શુક્રવારે મોડી રાત્રે થયું છે. તેમના નિધનનું કારણ શું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જો કે થોડા સમય પહેલા તબિયત ખરાબ હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ પણ કરવામાં આવ્યા હતા.

— Vindu Dara Singh (@RealVinduSingh) May 24, 2025

30 નવેમ્બર 1974 માં નવી દિલ્હી ખાતે જન્મેલા મુકુલ દેવ એ અભ્યાસ સાથે પાયલટની ટ્રેનિંગ પણ કરી હતી. પરંતુ તેમની ઈચ્છા અભિનયમાં આગળ વધવાની હતી તેથી તેણે કરિયરની શરુઆત ટીવી શો મુમકિનથી કરી હતી. ત્યારબાદ તેને 1996 માં ફિલ્મ દસ્તક મળી. આ ફિલ્મથી તેમના ફિલ્મી કરિયરની શરુઆત થઈ. 

મુકુલ દેવની કેટલીક યાદગાર ફિલ્મોમાં દસ્તક. વજૂદ, સન ઓફ સરદાર, યમલા, પગલા દિવાના, આર રાજકુમારનો સમાવેશ થાય છે. આ ફિલ્મોમાં મુકુલ દેવ એ કો એક્ટર હોવા છતા દમદાર અભિનયથી લોકોના દિલ જીત્યા છે. ખાસ કરીને યમલા પગલા દિવાના ફિલ્મના તેના ડાયલોગ ખૂબ લોકપ્રિય થયા હતા. 

મુકુલ દેવ બોલીવુડના વર્સેટાઈલ એક્ટર્સમાંથી એક છે. તેણે ફિલ્મી કરિયર દરમિયાન અલગ અલગ રોલ કર્યા છે. તેણે પોતાની મહેનત અને અભિનયના દમ પર ઈંડસ્ટ્રીમાં ખાસ ઓળખ બનાવી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news