આ શું! Sonu Soodએ શરૂ કરી ટેલર શોપ, પરંતુ આ વાતની ગેરેન્ટીથી કર્યો ઇનકાર

બોલીવુડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તે કપડા સીવવાને લઇને ચર્ચામાં આવ્યા છે. ખરેખર, સોનુ સૂદે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પગથી ચાલતા સીવણ મશીનથી કપડા સીવતા નજરે પડે છે

Updated By: Jan 16, 2021, 10:27 PM IST
આ શું! Sonu Soodએ શરૂ કરી ટેલર શોપ, પરંતુ આ વાતની ગેરેન્ટીથી કર્યો ઇનકાર

મુંબઇ: બોલીવુડ એક્ટર સોનુ સૂદ (Sonu Sood) ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તે કપડા સીવવાને લઇને ચર્ચામાં આવ્યા છે. ખરેખર, સોનુ સૂદે તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પગથી ચાલતા સીવણ મશીનથી કપડા સીવતા નજરે પડે છે. આ વીડિયો તેણે સોનુ સૂદ ટેઈલર શોપના (Sonu Sood Tailor Shop) નામે શેર કર્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે.

લોકો આ વીડિયો જોયા બાદ સોનુ સૂદની પ્રશંસા પણ કરી રહ્યા છે. સોનુ સૂદે આ વીડિયો સાથે એક ફની કેપ્શન લખ્યું છે. તેણે લખ્યું, 'Sonu Sood Tailor Shop. અહીં સિલાઇ મફતમાં કરવામાં આવે છે, પરંતુ પેન્ટ્સને બદલે નિકર બની જાય તેની અમારી ગેરેન્ટી નથી.

આ પણ વાંચો:- 'શર્માજી નમકીન'માં Rishi Kapoor નું સ્થાન લેશે પરેશ રાવલ, સાથે હશે Juhi Chawla

તમને જણાવી દઇએ કે, સોનુ સૂદનું કપડાંના બિઝનેસ સાથે સ્પેશિયલ કનેક્શન છે. સોનુ સૂદના પિતાનો એક શોરૂમ હતો અને તેમણે પિતાના શોરૂમમાં જુદા જુદા ફ્રેબ્રિકને ઓળખતા શીખ્યા. આટલું જ નહીં, તેઓ સેલ્સમેનનું કામ પણ સારી રીતે જાણે છે.

આ પણ વાંચો:- વાયરલ થયો સનીનો ફની વીડિયો, પાણીપુરીની મજા લઈ રહી છે અભિનેત્રી

કોરોના વાયરસ મહામારી દરમિયાન પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરો સુધી પહોંચવામાં મદદ કરીને મસીહા તરીકે લોકપ્રિય થયેલા સોનુ સૂદને છેલ્લા કેટલાક મહિનાઓમાં ભારે ચાહકો મળ્યા છે. આ સમય દરમિયાન, તેઓ સતત લોકોને મદદ કરી રહ્યાં છે, જેના કારણે લોકો તેમને 'રીઅલ લાઈફ હીરો' પણ કહે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube