Birthday Trivia : આ હિરોઇન લગ્ન કર્યા વગર બની માતા ! ટીકાને બદલે મળી ભરપૂર શાબાશી

આજે આ ટેલિવિઝન સ્ટારનો જન્મદિવસ છે

Birthday Trivia : આ હિરોઇન લગ્ન કર્યા વગર બની માતા ! ટીકાને બદલે મળી ભરપૂર શાબાશી

મુંબઈ : આજે ટીવીની ફેવરિટ વહુ સાક્ષી તંવરનો જન્મદિવસ છે. સાક્ષીનો જન્મ 12 જાન્યુઆરી 1973માં રાજસ્થાનના અલવરમાં થયો હતો. તેના પિતા રાજેન્દ્ર સિંહ તંવર એક રિટાયર્ડ સીબીઆઈ ઓફિસર છે. તેણે પોતાનો શરૂઆતનો અભ્યાસ કેન્દ્રિય વિદ્યાલય રાજસ્થાનમાંથી કર્યો છે. સાક્ષીએ ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ લેડી શ્રીરામ કોલેજ નવી દિલ્હીથી કર્યો છે. સાક્ષી પોતાના કોલેજના દિવસોથી જ સિવિલ સર્વિસેઝની તૈયારી કરવામાં લાગી હતી. સાક્ષીને એક્ટિંગનો પહેલાથી જ ખુબ શોખ હતો કારણ કે તે કોલેજના દિવસોથી જ કોલેજની ડ્રામા સોસાયટીની પ્રેસિડેન્ટ હતી અને તે ઘણા પ્લેઝમાં ભાગ લેતી હતી.

કોલેજના દિવસોમાં સાક્ષીએ દૂરદર્શન માટે ઓડિશન આપ્યું હતું અને ત્યાંથી જ તેના ટીવી કરિયરની શરૂઆત થઈ હતી. ટેલિવિઝનની દુનિયામાં સાક્ષીને બાલાજી ટેલિફિલ્મ્સ માટે એક ધારાવાહિક ‘કહાની ઘર ઘર કી’માં પાર્વતીના પાત્રએ ઘર-ઘરમાં લોકપ્રિય બનાવી દીધી. આ માટે તેને ઘણા પુરસ્કાર પણ મળ્યા. આ બાદ સાક્ષીએ ‘કુટુંબ’, ‘જસ્સી જૈસી કોઈ નહીં,’ ‘બાલિકા વધૂ’ જેવા ધારાવાહિકોમાં કામ કરીને ટીવીની સૌથી કાબિલ એક્ટ્રેસ બની ગઈ. જોકે સાક્ષી તેણે હાલમાં જે પગલું લીધું છે એના કારણે ચર્ચામાં આવી છે. 

હાલમાં સાક્ષી તંવરે ખુલાસો કર્યો છે કે, તેણે આઠ મહિનાની એક દીકરી અડોપ્ટ કરી છે અને તેનું નામ ‘દિત્યા’ રાખ્યું છે. હાલમાં 45 વર્ષીય સાક્ષીએ જણાવ્યું હતું કે માતા-પિતાના આશીર્વાદ અને મિત્રો-ફેન્સની પ્રાર્થનાઓને કારણે તેણે દીકરીને અડોપ્ટ કરી છે. એક્ટ્રેસે જણાવ્યું કે, આ તેના જીવનની શાનદાર ક્ષણ છે. સાક્ષીએ વાતચીતમાં જણાવ્યું કે, આ દીકરી તેની તમામ પ્રાર્થનાઓનું ફળ છે અને તે પોતાને ભાગ્યશાળી માની રહી છે. સાક્ષી અપરિણીત હોવા છતાં તેણે દીકરીને દત્તક લઈને માતા બનવાનું પસંદ કર્યું છે અને તેના આ પગલાની ભારે પ્રશંસા કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news