Sumona Chakravarti એ કર્યો ખુલાસો, એક વર્ષથી છે બેરોજગાર અને આ બીમારીનો છે શિકાર

સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) એ સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે, જેમાં તેણે પોતાની આર્થિક સ્થિતિ અને બીમારી વિશે ખુલાસો કર્યો છે. 
 

Sumona Chakravarti એ કર્યો ખુલાસો, એક વર્ષથી છે બેરોજગાર અને આ બીમારીનો છે શિકાર

નવી દિલ્હીઃ દેશભરમાં આ સમયે કોરોના વાયરસ મહામારીએ હાહાકાર મચાવ્યો છે. કેટલાક લોકો આ બીમારીથી તો અન્ય લોકો આ બીમારીને કારણે ચાલી રહેલા લૉકડાઉનથી પ્રભાવિત થઈ પરેશાન છે. મનોરંજન જગતની ઘણી હસ્તિઓ આ સમયમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. થોડા દિવસ પહેલા શ્રુતિ હસને જણાવ્યું હતું કે તેની પાસે પૈસા નથી. હવે ધ કપિલ શર્મા શો  (The Kapil Sharma Show) ની ભૂરી કે મંજૂ એટલે કે સુમોના ચક્રવર્તી  (Sumona Chakravarti) એ જણાવ્યું કે, તે એક બીમારીનો શિકાર છે અને બેરોજગારીનો સામનો કરી રહી છે. 

એક વર્ષથી છે બેરોજગાર
ધ કપિલ શર્મા શો  (The Kapil Sharma Show) ની ભૂરી એટલે કે સુમોના ચક્રવર્તી  (Sumona Chakravarti) એ હંમેશા પોતાની ભૂમિકાથી લોકોના દિલ પર રાજ કર્યું છે. પરંતુ સુમોના ચક્રવર્તી એક વર્ષથી ટીવી પડદાથી ગાયબ છે. હવે તેણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, બેરોજગાર છે.. જુઓ પોસ્ટ...

બીમારીના ચોથા સ્ટેજ પર છે સુમોના
સુમોનાએ પોતાની આ પોસ્ટમાં જણાવ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી એન્ડોમેટ્રિયોસિસ (Endometriosis) નામની એક બીમારીનો સામનો કરી રહી છે, તે ચોથા સ્ટેજમાં છે. સુમોનાએ પોસ્ટમાં લખ્યું છે- મેં ક્યારેય પબ્લિક પ્લેટફોર્મમાં આ વિશે વાત કરી નથી. લૉકડાઉન મારા માટે ઇમોશનલી રૂપથી ખુબ કઠિન છે.   COVID-19 ને કારણે થયેલા લૉકડાઉનમાં છેલ્લા એક વર્ષથી હું બેરોજગાર છું. પરંતુ કામ ન હોવા પર મારી પાસે પૈસાની એટલી કમી નથી કે ખર્ચ ન ચાલી શકે. 

સરળ નથી જણાવવું
સુમોનાને આ વાત બધાની સામે કરવી સરળ ન લાગી. તેણે નોટમાં આગળ લખ્યું છે- આ બધી વાતો જણાવવી મારા માટે સરળ નહતું પરંતુ પોસ્ટ કોઈના ચહેરા પર હાસ્ય કે કોઈને પ્રેરિત કરી શકે તો મારા માટે ઘણું હશે. દરેક પોતાના જીવનમાં કોઈને કોઈ મુશ્કેલી સામે લડી રહ્યું છે. જરૂરી છે કે પ્રેમ, સદ્ભાવના અને દયાળુ વ્યક્તિના વ્યવહાર ક્યાંય ન જવા જોઈએ. 

આ સીરિયલમાં પણ જોવા મળી હતી
મહત્વનું છે કે ધ કપિલ શર્મા શોથી ઓળખ મેળવનાર સુમોનાએ અન્ય સીરિયલોમાં કામ કર્યું છે. તેણે બડે અચ્છે લગતે હૈ, ખોટે સિક્કે અને નીર ભરે તેરે નૈના દેવી જેવા ટીવી શોમાં કામ કર્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news