ગુજરાતી ન્યૂઝEntertainmentDharmendra Dance: પુત્ર સની દેઓલની ફિલ્મ જાટ જોવા ગયા 89 વર્ષીય ધર્મેન્દ્ર, ઢોલના તાલે ડાન્સ કર્યો, વીડિયો થયો વાયરલ

Dharmendra Dance: પુત્ર સની દેઓલની ફિલ્મ જાટ જોવા ગયા 89 વર્ષીય ધર્મેન્દ્ર, ઢોલના તાલે ડાન્સ કર્યો, વીડિયો થયો વાયરલ

Dharmendra Dance Video: ધર્મેન્દ્રનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ડાન્સ કરી રહ્યાં છે. ધર્મેન્દ્ર સની દેઓલની ફિલ્મના સ્ક્રીનિંગમાં જોવા મળ્યા હતા.

Dharmendra Dance: પુત્ર સની દેઓલની ફિલ્મ જાટ જોવા ગયા 89 વર્ષીય ધર્મેન્દ્ર, ઢોલના તાલે ડાન્સ કર્યો, વીડિયો થયો વાયરલ

Dharmendra Dance Video: સની દેઓલની ફિલ્મ જાટ 10 એપ્રિલે રિલીઝ થઈ છે. ફિલ્મને લઈને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બુધવારે રાત્રે ફિલ્નનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ સ્ક્રીનિંગમાં તમામ સિતારા પહોંચ્યા હતા. સની દેઓલના પિતા અને અભિનેતા ધર્મેન્દ્ર પણ સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ધર્મેન્દ્ર ખુબ ખુશ હતા અને એક્સાઇટેડ જોવા મળ્યા. ધર્મેન્દ્રનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ધર્મેન્દ્રએ કર્યો ડાન્સ
જ્યારે ધર્મેન્દ્રએ એન્ટ્રી કરી તો તેમણે ઢોલનો અવાજ સાંભળ્યો અને તે ખુદને ડાન્સ કરતા રોકી ન શક્યા. 89 વર્ષના ધર્મેન્દ્રએ ડાન્સ કર્યો હતો, તેમની એનર્જી જોઈ ફેન્સ પણ ફિદા થયા છે. પછી તેમણે પેપરાજીને પોઝ આપ્યા હતા. ધર્મેન્દ્ર બ્લેક અને બ્રાઉન કલરના શર્ટમાં જોવા મળ્યા હતા. તેમણે મેચિંગ બ્લેક પેન્ટ પહેર્યું હતું. ધર્મેન્દ્રએ કેપથી પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

Add Zee News as a Preferred Source

મહત્વનું છે કે સની દેઓલની ફિલ્મ જાટને ગોપીચંદ મલિનેનીએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા વિલનના રોલમાં છે. ફિલ્મમાં સની દેઓલની જબરદસ્ત એક્શન જોવા મળશે. ફિલ્મ હિંદી, તેલુગૂ અને તમિલમાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં ઉર્વશી રૌતેલાએ આઇટમ સોન્ગ કર્યું છે. જાટના સ્ક્રીનિંગમાં સની દેઓલ, ઉર્વશી, રેઝિના કૈસેન્ડ્રા, ઉત્કર્ષ શર્મા, વિનીત કુમાર સિંહ જેવા સ્ટાર્સ સામેલ થયા હતા.

સની દેઓલના વર્ક ફ્રંટની વાત કરીએ તો જાટ બાદ તે ફિલ્મ લાહોર 1947મા જોવા મળશે. આ સિવાય તેના હાથમાં બોર્ડર 2 અને રામાયણઃ પાર્ટ 1 જેવી ફિલ્મ પણ છે. રામાયણમાં તે હનુમાનના પાત્રમાં જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news