Sushant Suicide Case: રિયા ચક્રવર્તીના આ ફ્લેટની તપાસમાં લાગી ED, સામે આવી મોટી જાણકારી
દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની જે 3 પ્રોપર્ટીની ઇડી (Enforcement Directorate- ED) તપાસ કરી રહી છે.
મુંબઇ: દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ની ગર્લફ્રેન્ડ અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની જે 3 પ્રોપર્ટીની ઇડી (Enforcement Directorate- ED) તપાસ કરી રહી છે, તેમાંથી એક પ્રોપર્ટી મુંબઇના ખાર વિસ્તારમાં છે, જે 322 સ્ક્વેર ફૂટનો 1 બીએચકે ફ્લેટ છે. જેની કિંમત 76 લાખ રૂપિયા છે. જીએસટી, સ્ટેમ્પ ડ્યૂટી અને બીજા ચાર્જીજ મળીને રિયાને આ ફ્લેટ લગભગ 84 લાખમાં પડ્યો હતો.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
આ ફ્લેટને રિયાએ 2018ની શરૂઆતમાં 51 હજારમાં બુક કરાવ્યો હતો અને રજિસ્ટ્રેશન વર્ષ 2018માં કર્યું હતું. રિયાએ શરૂઆતમાં પોતાના એકાઉન્ટમાંથી 10 ટકા પેમેન્ટ કર્યું અને આગળ સ્લેબ વાઇઝ પેમેન્ટ કર્યું. રિયાએ આ ફ્લેટ માટે એચડીફસી બેંકમાંથી 55 થી 60 લાખ રૂપિયાની હોમ લોન લીધી અને બાકી પેમેન્ટ પોતે કર્યું.
પ્રોપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજોમાં રિયા સાથે તેમની માતા સંધ્યાનું નામ પણ જોઇન નોમિની છે. રિયા ફ્લેટની બુકિંગ સહિત 2 વખત બિલ્ડર ઓફિસમાં આવી હતી. તેમના પરિવાર સાથે માત અને પિતા પણ આ ફ્લેટ જોવા આવ્યા હતા. આ પ્રોજેક્ટ ઓગસ્ટ 2020માં રેડી થવાનો હતો, હવે ફેબ્રુઆરી 2023માં રિયાને પજેશન મળશે. ઇડી જલદી જ આ પ્રોપર્ટીના સંબંધમાં રિયા ઉપરાંત બિલ્ડર સાથે પણ પૂછપરછ કરી તથ્યોને વેરિફાઇ કરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે CBI એ રિયા, તેમના પિતા ઇંદ્રજીત ચક્રવર્તી, માં સંધ્યા ચક્રવર્તી, ભાઇ શોવિક ચક્રવર્તી, સુશાંતના ઘરના મેનેજર સૈમુઅલ મિરાંડ, શ્રૃતિ મોદી અને અન્ય નામ દાખલ કરવામાં આવ્યા છે. રિયા ચક્રવર્તી અને અન્ય વિરૂદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા, ષડયંત્ર રચવા, ચોરી, છેતરપિંડી અને ધમકી આપવા સહિત ભારતી દંડ સંહિતાના વિભિન્ન કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઇના પ્રવક્તાએ કહ્યું કે એજન્સીએ બિહાર સરકારના અનુરોધ અને કેન્દ્ર સરકારની અધિસૂચના બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે એજન્સી પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનના કેસને પોતાના હાથમાં લેતા તપાસ દાયરો વધાર્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube