VIDEO: 'બાહુબલી'ની યાદ અપાવી રહ્યું છે 'Sye Raa Narasimha Reddy'નું શાનદાર ટ્રેલર

મહાનાયક અમિતાભ બચ્ચન  (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi)ની આગામી ફિલ્મ 'સઈ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)'નું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી લોકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા.   

Updated: Sep 18, 2019, 06:00 PM IST
VIDEO: 'બાહુબલી'ની યાદ અપાવી રહ્યું છે 'Sye Raa Narasimha Reddy'નું શાનદાર ટ્રેલર

નવી દિલ્હીઃ મહાનાયક અમિતાભ બચ્ચન  (Amithabh Bachchan) અને મેગાસ્ટાર ચિરંજીવી (Chiranjeevi)ની આગામી ફિલ્મ 'સઈ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)'નું શાનદાર ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. છેલ્લા ઘણા દિવસથી લોકો આ ટ્રેલરની રાહ જોઈ રહ્યાં હતા. 

આ ટ્રેલર એટલું જબરદસ્ત છે કે સિરીઝ થતાં તે ટ્વીટર પર છવાય ગયું છે. #Sye Raa Narasimha Reddy Trailer સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ટ્રેલરનો એક સીન ખુબ દમદાર છે. અહીં ઐતિહાસિકતાને ખુબ ભવ્યતાની સાથે દેખાડવામાં આવી છે. જુઓ આ ટ્રેલર... 

આ ટ્રેલરને એક સાથે 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. યૂટ્યૂબ પર આ ટ્રેલર હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં જોઈ શકાય છે. દરેક ભાષામાં ફિલ્મ પર ખુબ મહેનત કરવામાં આવી છે. કોઈપણ ભાષાનું ટ્રેલર જોયા પર ફિલ્મમાં ડબિંગ અને લિપ્સિંગની ખામીઓ નજર આવી રહી નથી. 

આ ફિલ્મ એક એવા યોદ્ધા ઉય્યાલાવાદા નરસિમ્હા રેડ્ડીની કહાની છે, જેણે અંગ્રેજો વિરુદ્ધ સૌથી પહેલા જંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન નરસિમ્હા રેડ્ડીના ગુરૂની ભૂમિકામાં જોવા મળશે. 

મહત્વનું છે કે આ મલ્ટીસ્ટારર ફિલ્મ 2 ઓક્ટોબરે રિલીઝ થવાની છે. એટલે કે મલ્ટીસ્ટારર ફિલ્મની ટક્કર સિનેમાધરોમાં યશ રાજ બેઠર હેઠળ બનેલી ફિલ્મ 'વાર' સામે થવાની છે. વારમાં ઋિતિક રોષન અને ટાઇટગર શ્રોફ જેવા એક્શન હીરોની ટક્કર છે. આ બે મેગા ફિલ્મો સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ 'મરજાંવા' પણ આ દિવસે રિલીઝ થવા જઈ રહી છે. એટલે કે 2 ઓક્ટોબરે સિનેમાઘરોમાં મોટી ટક્કર જોવા મળશે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર