દેવામાં ડૂબી ગયો હતો Taarak Mehta શોનો આ એક્ટર, દેવાદારોથી બચવા માટે કર્યું હતું આ કામ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો ખુબ જ પ્રિય શો છે. આ કોમેડી સીરિયલ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની સ્ટારકાસ્ટ ભેલ મોટી હોય પરંતુ લોકો દરેક એક્ટરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે

Updated By: Sep 24, 2021, 04:24 PM IST
દેવામાં ડૂબી ગયો હતો Taarak Mehta શોનો આ એક્ટર, દેવાદારોથી બચવા માટે કર્યું હતું આ કામ

નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોનો ખુબ જ પ્રિય શો છે. આ કોમેડી સીરિયલ છેલ્લા 13 વર્ષથી લોકોનું મનોરંજન કરી રહી છે. શોની સ્ટારકાસ્ટ ભેલ મોટી હોય પરંતુ લોકો દરેક એક્ટરને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. શોના દરેક કેરેક્ટર વિશે તમને જાણકારી હશે પરંતુ શું તમે રોશન સિંહ સોઢી (Roshan Singh Sodhi) ની અસલ જિંદગી વિશે જાણો છો?

મજબૂરમાં આવ્યો હતો મુંબઇ
શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) માં હંમેશા પાર્ટી કરવા તૈયાર અને પોતાની પત્નીથી ખુબ જ પ્રેમ કરનાર રોશન સિંહ સોઢીનું સાચું નામ ગુરૂચરણસિંહ છે. ગુરૂચરણ સિંહએ તેના બિન્દાસ અંદાજથી શોમાં જગ્યા બનાવી હતી. આજે ભલે તે શોનો હિસ્સો નથી, પરંતુ જ્યારે પણ રોશન સિંહ સોઢીની વાત આવે છે તો સૌથી પહેલા ગુરૂચરણ સિંહનો ચહેરો સામે આવે છે. પરંતુ જિંદગીમાં એટલી ઉપલબ્ધિ હાંસલ કર્યા પહેલા ખુબ જ તકલીફોમાંથી પસાર થઈ રહ્યો હતો ગુરૂચરણ સિંહ (Gurucharan Singh). તેને મજબૂરીમાં મુંબઇ આવવું પડ્યું હતું.

શાહરૂખ ખાન રાત્રે 2.30 વાગ્યે જૂહી ચાવલાના ઘરે પહોંચ્યો, સૂઈ ગઈ હતી જૂહી; જાણો પછી શું થયું!

દેવાદારો પડ્યા હતા પાછળ
રોશન સિંહ સોઢી (Roshan Singh Sodhi) નો રોલ નિભાવનાર ગુરૂચરણ સિંહ (Gurucharan Singh) એ હાલમાં જ તેમના એક લાઈવ વીડિયોમાં જણાવ્યું હતું કે, તેણે તે સમયે મુંબઇ આવવું પડ્યું હતું, જ્યારે તેના માથા પર ઘણું બધું દેવું હતું. લોકો પૈસા માવા માટે તેની પાછળ પડી ગયા હતા. ગુરૂચરણ સિંહને જ્યારે ક્યાંય પણ આશા ના મળી ત્યારે તે મુંબઇ આવી ગયો હતો અને છ મહિનાની અંદર તેણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોલ મેળવ્યો હતો.

આ દેશના લોકોને એક ભૂલ પણ પડશે ભારે, મળી શકે છે હાથ કાપવા સહિતની ક્રૂર સજાઓ

શોને કહ્યું અલવિદા
શોની શરૂઆતથી જ ગુરૂચરણ સિંહ (Gurucharan Singh) તેનો હિસ્સો હતો. વર્ષ 2013 માં તેણે શો છોડી દિધો હતો પરંતુ પબ્લિક ડિમાન્ડના કારણે તેને 2014 માં પાછુ આવવું પડ્યું હતું. પરંતુ છ વર્ષ કામ કર્યા બાદ તેણે ફરી એકવાર વર્ષ 2020 માં શોને અલવિદા કહ્યું હતું. આ વખતે તેની જગ્યાએ બલવિંદર સિંહ સૂરી (Balwinder Singh Suri) રોશન સિંહ સોઢીનો રોલ નિભાવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube