છેડતી બાદ તનુશ્રીએ હચમચાવી દે તેવો બીજો મોટો આરોપ લગાવ્યો

તનુશ્રી દત્તા અને નાના પાટેકરની વચ્ચે ઉઠેલા વિવાદ બાદ તનુશ્રીનું કહેવું હતું કે, તેને સતત ધમકીઓ મળી રહી છે. આવામાં એક દિવસ પહેલા જ મુંબઈ પોલીસે તનુશ્રીને 24 કલાકની સુરક્ષા પૂરી પાડી છે. પરંતુ હવે તેના બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે, બે અજાણ્યા લોકોએ તેના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિક્યોરિટી ગાર્ડસે આ લોકોને સમય પર રોકી દીધા હતા.
છેડતી બાદ તનુશ્રીએ હચમચાવી દે તેવો બીજો મોટો આરોપ લગાવ્યો

નવી દિલ્હી : તનુશ્રી દત્તા અને નાના પાટેકરની વચ્ચે ઉઠેલા વિવાદ બાદ તનુશ્રીનું કહેવું હતું કે, તેને સતત ધમકીઓ મળી રહી છે. આવામાં એક દિવસ પહેલા જ મુંબઈ પોલીસે તનુશ્રીને 24 કલાકની સુરક્ષા પૂરી પાડી છે. પરંતુ હવે તેના બાદ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તનુશ્રીએ આરોપ લગાવ્યો છે કે, બે અજાણ્યા લોકોએ તેના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિક્યોરિટી ગાર્ડસે આ લોકોને સમય પર રોકી દીધા હતા.

હાલમાં જ તનુશ્રીએ કહ્યું હતું કે, નાનાના વકીલના નિવેદન બાદ પણ હજી સુધી તેને કાયદાકીય નોટિસ મળી નથી. પરંતુ તનુશ્રીએ પોતાના નવા નિવેદનમાં માન્યુ છે કે, તેમે ન માત્ર નાના પાટેકર પરંતુ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી તરફથી પણ કાયદાકીય નોટિસ મળી ચૂકી છે. પોતાના આ નિવેદનમાં તનુશ્રીએ કહ્યું કે, કેવી રીતે આ લોકોના સમર્થકો તેમને સોશિયલ મીડિયા તથા અન્ય જગ્યાઓ પર ટાર્ગેટ કરીને પરેશાન કરી રહ્યાં છે. 

'हार्न ओके प्लीज' फिल्म के प्रोड्यूसर समी सिद्धीकी ने कहा, 'उस दिन नहीं हुई थी खास अनबन'

તેણે કહ્યું કે, આજે જ્યારે હું ઘર પર હતી, અને મારા ઘરની બહાર ઉભા રહેતા પોલીસવાળા લંચ બ્રેક પર ગયા હતા, ત્યારે બે અજાણ્યા લોકોએ મારા ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બિલ્ડિંગના સુરક્ષા કર્મચારીઓએ તેમને અંદર ઘૂસવાથી રોકી દીધા હતા. તેના બાદ પોલીસવાળા લંચ બ્રેક પરથી પરત આવી ગયા હતા. તનુશ્રીએ વધુમાં કહ્યું કે, મનસે પાર્ટી દ્વારા મને ધમકીઓ આપવામાં આવી રહી છે. મને કોર્ટમાં ધસડી જવાનો અને કાયદાકીય પ્રક્રિયામાં ફસાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જેથી કોર્ટમાં મામલો પહોંચવા પર મને મીડિાય અને બાકી લોકો પાસેથી મળી રહેલો સપોર્ટ પણ બંધ થઈ જાય. 

CINTA ફરીથી કરશે સમગ્ર તપાસ
બીજી તરફ સિને એન્ડ ટીવી ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન CINTAએ મંગળવારે કહ્યું કે, 2008માં તનુશ્રી દ્વારા ઉઠાવવામાં આવેલી વાતને એસોસિયેશને યોગ્ય રીતે સાંભળી ન હતી, અને હવે આ મામલે ફરીથી તપાસ કરીશું. ઉલ્લેખનીય છે કે, તનુશ્રીએ તે સમયે પણ સિન્ટામાં પોતાની ફરિયાદ દાખલ કરી હતી. CINTAએ માન્યું કે, તે સમયે તનુશ્રીને ન્યાય મલ્યો ન હતો અને હવે તે કોઈ પક્ષપાત વગર તેજીથી આ મામલાની તપાસ કરશે. 

नाना पाटेकर ने कही थी लीगल नोटिस की बात, तनुश्री बोलीं, 'ब्‍लफमास्‍टर गोगो' ने कुछ नहीं भेजा

શું છે આખો મામલો
એક્ટ્રેસ તનુશ્રીએ એક એન્ટરટેઈનમેન્ટ ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, હોર્ન ઓકે પ્લીઝ ફિલ્મમાં એક ગીતના શુટિંગ દરમિયાન એક્ટર નાના પાટેકરે મારી છેડતી કરી હતી. જ્યારે મેં આ મામલે પ્રોડ્યુસર-ડાયરેક્ટરને કહ્યું કે, આ વ્યક્તિ (નાના) મને પકડીને ખેંચી રહ્યો હતો અને મને ડાન્સ શીખવાડી રહ્યો હતો, તો તેમણે મારી ફરિયાદ સાંભળવાને બદલા મારી સામે ડિમાન્ડ રાખી કે, હવે આ ગીતમાં મારે તેની સાથે ઈન્ટીમેટ સીન પણ કરવાનો રહેશે. હવે સોશિયલ મીડિયા પર આ સમગ્ર મામલે ચર્ચા થઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news