રિલીઝ થયું 'મિશન મંગલ'નું ટીઝર, 45 સેકન્ડનો Video કરી દેશે ફિલ્મ જોવા માટે મજબૂર 

આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ રહી છે અને એમાં ઇતિહાસમાં નોંધાયેલી ભારતની  સફળતા દર્શાવવામાં આવી છે

રિલીઝ થયું 'મિશન મંગલ'નું ટીઝર, 45 સેકન્ડનો Video કરી દેશે ફિલ્મ જોવા માટે મજબૂર 

નવી દિલ્હી : અક્ષયકુમાર સ્ટારર ફિલ્મ મિશન મંગલનું ટીઝર આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થઈ રહી છે અને એમાં ઇતિહાસમાં નોંધાયેલી ભારતની  સફળતા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મના 45 સેકન્ડના ટીઝરમાં ફિલ્મની સ્ટોરીલાઇન દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં અક્ષય સાથે વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કીર્તિ કુલ્હારી અને નિત્યા મેનન શામેલ છે. ફિલ્મનું ડિરેક્શન જગન શક્તિએ કર્યું છે. 

ફિલ્મમાં અક્ષય એક વૈજ્ઞાનિકનો રોલ ભજવી રહ્યો છે. ફિલ્મમાં અક્કીનું નામ રાકેશ ધવન છે. આ મિશન મંગલની ટીમમાં તારા શિંદે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ), એકા ગાંધી (સોનાક્ષી સિંહા), શરમન જોશી (પરમેશ્વર નાયડુ), નેહા સિદ્દીકી (કૃતિ કુલ્હારી) જોવા મળે છે. 

અક્ષયકુમારનું કહેવું છે કે તેણે 'મિશન મંગલ' તેની દીકરી નિતારા માટે કરી છે. તેનું કહેવું છે કે આ એક એવી ફિલ્મ છે જે આવનારી પેઢીઓને પ્રેરણા આપશે, ભારતે મંગળ ગ્રહના પ્રોજેકટને મિશન મંગળ નામ આપ્યું હતું અને આ ફિલ્મની સ્ટોરી એ સત્ય ઘટના પર આધારીત છે. 15 ઓગષ્ટનાં દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે જણાવતાં ટ્વિટર પર અક્ષયકુમારે ટ્વીટ કર્યું હતું કે 'ફિલ્મ 'મિશન મંગલ' એક એવી ફિલ્મ છે જે લોકોને પ્રેરીત કરવાની સાથે જ મનોરંજન પણ પુરું પાડશે. આ ફિલ્મ મેં ખાસ કરીને મારી દીકરી અને તેની વયનાં બાળકો માટે કરી છે જેથી તેઓ ભારતનાં મિશન મંગળની વાસ્તવિક ઘટનાઓની સ્ટોરી વિશે માહિતગાર થાય.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news