)
The Conjuring Haunted House: ધ કન્જ્યુરિંગ ફિલ્મને હોલીવુડની સૌથી હોરર ફિલ્મ માનવામાં આવે છે. આ ફિલ્મ જોઈ ભલભલા લોકો ડરી ડાય છે. આ ફિલ્મની ફ્રેંચાઈઝીની શરુઆત 2013 માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં આ ફિલ્મના 4 પાર્ટ્સ આવી ગયા છે. આ ફિલ્મનો છેલ્લો પાર્ટ ધ કન્જ્યુરિંગ લાસ્ટ રાઈટ્સ તાજેતરમાં જ રિલીઝ થયો છે. જો તમે પણ હોરર ફિલ્મો જોવાના શોખીન છો તો તમારા માટે આ ખબર રસપ્રદ હશે. જે અસલી ઘરના અનુભવો પરથી આ ફિલ્મ બની છે તે ભુતિયા ઘર હવે વેંચાઈ રહ્યું છે.
જી હાં જો તમને ખબર ન હોય તો તમને જણાવી દઈએ કે કન્જ્યુરિંગ ફિલ્મની સ્ટોરી એક પરિવારને થયેલા અનુભવો પર આધારિત છે અને આ પરિવાર આ ભુતિયા ઘરમાં રહેતો હતો. અહીં રહેતા લોકોને ઘરમાં ડરામણા અનુભવો થયા છે. આ ઘર અમેરિકાના રોડ આઈલેન્ડના બુરિલવિલે વિસ્તારમાં આવેલું છે. અંદાજે 3000 વર્ગ ફુટમાં ફેલાયેલા આ ઘરને લોકો ધ કન્જ્યુરિંગ હાઉસ તરીકે ઓળખે છે. આ ઘરને મિસ્ટીરીયસ માનવામાં આવે છે. આ ઘરની નીલામી 31 ઓક્ટોબરના રોજ થવાની છે.
આ ઘર 1836 માં બનાવવામાં આવ્યું હતું ત્યારબાદ હોરર ફિલ્મોની દુનિયામાં આ ઘરનું ખાસ સ્થાન બની ગયું. આ ઘરના માલિકે આ ઘર 1.5 મિલિયન ડોલરમાં વેંચ્યું હતું જે ભારતીય રુપિયામાં અંદાજે 12 કરોડ, 45 લાખ રુપિયા થાય છે. આ ચર્ચામાં ફિલ્મ કન્જ્યુરિંગના કારણે આવ્યું. વર્ષ 2013 માં જ્યારે ધ કન્જ્યુરિંગ ફિલ્મ આવી ત્યારે આ ઘર અને અહીં બનેલી ઘટનાઓ વિશે ચર્ચા થવા લાગી.
ઘણા લોકોનું માનવું છે કે આ ઘરમાં રહેવું સુરક્ષિત નથી. આ ઘર સાથે ઘણી ડરામણી સ્ટોરી જોડાયેલી છે. આ ઘરના માલિક પણ ઈચ્છતા નથી કે અહીં કોઈ લાંબા સમય સુધી રહે. 1970 થી 80 ના દાયતામાં પેરોન પરિવાર અહીં રહેતો હતો. તેની દીકરી એંડ્રિયા પેરોન વે વોલ સ્ટ્રીટ જર્નલને જણાવ્યું હતું કે તેના પરિવાર સાથે વિચિત્ર ઘટનાઓ બની હતી. એકવાર તેણે તેની માં ને અચાનક ખુરશ પરથી ઉછડી 20 ફુટ દુર પડતા જોઈ હતી. આશ્ચર્યની વાત એ છે કે તેની માં ને આ ઘટના વિશે કંઈ યાદ જ નથી. આવા અનુભવો પરથી જ ધ કન્જ્યુરિંગ ફિલ્મ બની છે. પહેલા આ ઘરમાં 14 રુમ હતા પરંતુ 2021 માં તેનો લેઆઉટ બદલી ગયો અને હવે તેમાં 4 રુમ અને 2 બાથરુમ છે.
આ ઘરને લઈને જે રહસ્યો છે તેને જાણવા આ ઘરમાં અનેક લોકો રહી ચુક્યા છે. માનવામાં આવે છે કે આ ઘરમાં રાતના સમયે વિચિત્ર ઘટનાઓ ઘટે છે. હોરર પ્રેમીઓ માટે આ ઘર રસપ્રદ જગ્યા છે. આજે પણ ઘણા લોકો અહીં રાત પસાર કરે છે. ઘણી ફિલ્મો, ટીવી શો પણ આ ઘરમાં શૂટ થયા છે. અહીં એક સમયે 8 લોકોને રાત્રે રોકાવાની અને 13 કલાક તપાસ કરવાની પરવાનગીં મળે છે.