`The Guardian`ની 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોની લિસ્ટમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે `ગેંગ્સ ઓફ વાસેપુર`
હાલમાં 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોનું લિસ્ટ જાહેર કર્યું છે `The Guardian`, જેમાં એકમાત્ર હિન્દી ફિલ્મ છે `ગેંગ્સ ઓફ વાસેપુર`
નવી દિલ્હીઃ 'The Guardian'એ હાલમાં 21મી સદીની બેસ્ટ 100 ફિલ્મોનું લિસ્ટ જારી કર્યું છે અને આ લિસ્ટમાં જે એકમાત્ર બોલીવુડ ફિલ્મ છે તે છે 'ગેંગ્સ ઓફ વાસેપુર'. અનુરાગ કશ્યપ દિગ્દર્શિત આ ફિલ્મ 100 ફિલ્મોની યાદીમાં 59મા નંબરે છે.
મહત્વનું છે કે આ લિસ્ટને પ્રેઝન્ટ કર્યું છે પીટર બ્રૈડશો, કેથ ક્લાર્ક, એંડ્રૂયૂ પુલવર અને કૌથરીન શોર્ડ જેવા ક્રિટિક્સે. આ લિસ્ટની ટોપ 5 ફિલ્મોની વાત કરીએ તો પોલ થોમસ એંડ્રૂયૂસન્સની ફિલ્મ 'There Will Be Blood (2007)', સ્ટીવ મૈક્વીનની 12 Years A Slave (2013), રિચર્ડ લિંકલેટર્સની 'Boyhood (2014)', જોનાથન ગ્લેજરની 'Under The Skin (2013) અને ચીની ડાયરેક્ટર Wong Kar-waiની ફિલ્મ The Mood For Love (2000)ના નામ સામેલ છે.
વાંચો બોલીવુડના અન્ય સમાચાર