)
2008થી શરૂ થયેલી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ આજે પણ દર્શકોના મનમાં એટલી જ વસી ચૂકેલી છે. આજે પણ આ સિરિયલને દર્શકોનો એટલો જ પ્રેમ મળે છે. સિરિયલના દરેક પાત્રો લોકોના દિલ દિમાગ પર છવાયેલા છે. એમાં પણ જેઠાલાલ, દયા, ચંપકકાકા, બબીતા, ભીડે, પોપટલાલ જેવા પાત્રો તો ગજબ લોકચાહના મેળવી ચૂક્યા છે. દિશા વાકાણીએ દયા તરીકે જે અભિનયના અજવાળા પાથર્યા તેના દર્શકો કાયલ થઈ ગયા છે. આટલા વર્ષો વિત્યા હોવા છતાં દયાનું પાત્ર અન્ય કોઈ અભિનેત્રીને ફાળે ગયું નથી. એટલે એવું કહી શકાય કે દિશા વાકાણીને રિપ્લેસ કરી શકે એવો ગજ કોઈનો વાગ્યો નથી.
અનેકવાર એવી ચર્ચાઓ ઉઠી કે ઘર સંસારમાં વ્યસ્ત થઈ ગયા બાદ શું દિશા વાકાણી ફરીથી તારક મહેતા...સિરિયલમાં પાછી ફરશે? જો કે હજુ સુધી દર્શકોને એ ગૂડ ન્યૂઝ મળી શક્યા નથી. ત્યારે વળી પાછું શરદ સાંકલાના નિવેદનથી આ ચર્ચા શરૂ થઈ છે. સિરિયલમાં અબ્દુલની ભૂમિકા ભજવનારા એક્ટર શરદ સાંકલાએ હાલમાં જ એક પોડકાસ્ટ ધ આવારા મુસાફિર શોમાં પોતાની અભિનય કારકિર્દી અને સંઘર્ષ તથા દયાબેનના સિરિયલમાં પાછા ફરવા પર વાત ક રી.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને અસિત મોદી પર વાત કરતા શરદ સાંકલાએ કહ્યું કે બધાને ખબર છે કે અસિત મોદી મારા મિત્ર છે. અમે નીલા ટેલિફિલ્મ્સના પહેલા શોમાં સાથે કામ કર્યું હતું. હું એક પ્રકારે તેમનો લકીચાર્મ હતો. કારણ કે મે જ તેમના પ્રોડક્શન હાઉસને પહેલી તક આપી હતી જેને શુભઆરંભ માનવામાં આવે છે. આથી તેઓ મને લકી ગણે છે. જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શરૂ થઈ ત્યારે હું લગભગ સાત આઠ વર્ષથી કામ કરતો ન હતો. જો કે મને એ બરાબર યાદ નથી કે મને કામ નહતું મળતું કે પછી આર્થિક તંગી સામે ઝઝૂમી રહ્યો હતો.
પોતાના જીવનના ખરાબ દોર વિશે વાત કરતા તેમણે કહ્યું કે અમે મોટાભાગે નાના મોટા રોલ કરતા હતા જેમ કે હીરોનો મિત્ર. તે સમયે ઈન્ડસ્ટ્રીનો આવો જ માહોલ હતો. બાદમાં સ્થિતિ બદલાવવા લાગી. ચલણ બદલાયું અને હીરો પોતે કોમેડી કરવા લાગ્યા. આખી ફિલ્મ પોતાના ખભે ઉચકવા લાગ્યા. તે સમયે અશ્વનીજી જેવા વરિષ્ઠ કલાકાર ખુબ એક્ટિવ હતા અને અનેક કલાકારોને સતત કામ મળતું હતું. આથી મારા માટે રોલ પસંદ કરવો કે કોઈ ભૂમિકાને ના પાડવી શક્ય નહતું. જે પણ રોલ મળે તે કરી લેવો પડતો હતો. પછી જ્હોનીભાઈનો દોર આવ્યો.
અબ્દુલ ઉર્ફે શરદ સાંકલાએ કહ્યું કે 1990ના દાયકાથી 2000ના દાયકાની શરૂઆત સુધી જ્હોની લિવર લગભગ દરેક ફિલ્મમાં જોવા મળતા હતા. જ્યારે જહોનીભાઈ સ્ક્રીન પર જોવા મળે તો કહેતા કે રાજપાલ યાદવ આવી ગયા. રાજપાલ યાદવ દર્શકો વચ્ચે ખાસ્સા લોકપ્રિય પણ થયા અને એવા અભિનેતાઓને મોટા કોમિક રોલ મળવા લાગ્યા. આ કારણે અમને વધુ તક મળી નહીં. હું માનું છું કે તે મારા જીવનનો સૌથી મુશ્કેલ દોર હતો. કહી શકો કે સાડા સાતી ચાલતી હતી. પરંતુ પછી સની દેઉલે મને તક આપી અને મને આ મુકામ સુધી પહોંચાડ્યો.
દયાબેન વિશે શું બોલ્યા
દયાબેનની સિરિયલમાં વાપસી થશે કે નહીં તેના પર બોલતા તેમણે કહ્યું કે મને નથી લાગતું કે હવે આ શક્ય છે. પરંતુ આ સાથે જ કઈ પણ કહી શકાય નહીં કે આવું થઈ પણ શકે અને ન પણ થાય. જેવું મે પહેલા કહ્યું તેમ આપણા નિર્માતા ક્યારેય ઈચ્છતા નથી કે કોઈ પણ કલાકાર સિરિયલ છોડે. દયાબેને આઠ વર્ષ પહેલા શો છોડ્યો હતો. હજુ પણ શો સફળતાપૂર્વક ચાલે છે. આઠ વર્ષ વીતી ગાય પરંતુ આમ છતાં લોકો જુએ છે અને છેલ્લા આઠ વર્ષથી લોકો દયાબેનને પણ યાદ કરે છે. જેના પરથી એવું લાગે કે જે રીતે દર્શકો તેમની રાહ જુએ છેએ જ રીતે અસિતકુમાર મોદી પણ રાહ જુએ છે. જો તેઓ પાછા ફરશે તો તે ખુબ સારું રહેશે અને ન ફરે તો અમે આગળ વધવાનો કોઈને કોઈ રસ્તો કાઢી લઈશું.