આર્થિક તંગી અને લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલા લોકપ્રિય અભિનેતા Ashiesh Roy નું નિધન

ફિલ્મ, ટીવી, થિયેટર એક્ટર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને લેખક આશીષ રોયનું લાંબી બીમારીના કારણે આજે નિધન થયું. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. ઈન્ડસ્ટ્રીના લોકો પાસે આશીષે મદદ માટે ગુહાર લગાવી હતી. ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ મળ્યા બાદ આશીષ રોય સારવાર કરાવીને પોતાના ઘરે 22 નવેમ્બરે પાછા ફર્યા હતા. 

Updated By: Nov 24, 2020, 12:31 PM IST
આર્થિક તંગી અને લાંબી બીમારી સામે ઝઝૂમી રહેલા લોકપ્રિય અભિનેતા Ashiesh Roy નું નિધન
ફાઈલ ફોટો

મુંબઈ: ફિલ્મ, ટીવી, થિયેટર એક્ટર, વોઈસ ઓવર આર્ટિસ્ટ અને લેખક આશીષ રોયનું લાંબી બીમારીના કારણે આજે નિધન થયું. તેઓ ગતઅઠવાડિયે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ હતા. ઈન્ડસ્ટ્રીના લોકો પાસે આશીષે મદદ માટે ગુહાર લગાવી હતી. ઈન્ડસ્ટ્રીના લોકો પાસેથી મદદ મળ્યા બાદ આશીષ રોય સારવાર કરાવીને પોતાના ઘરે 22 નવેમ્બરે પાછા ફર્યા હતા. 

ડ્રાઈવરે આપી નિધનની જાણકારી
આશીષ રોય (Ashiesh Roy)ના નંબર પર ઝી ન્યૂઝે કરેલી વાતચીતમાં તેમના ડ્રાઈવર રાજૂએ જણાવ્યું કે છેલ્લા 8 મહિનાથી આશીષ રોયનું ડાયલિસિસ ચાલુ હતું. અઠવાડિયામાં 3 દિવસ તેઓ ડાયલિસિસ માટે હોસ્પિટલ જતા હતા. શનિવારે પણ આશીષ ડાયલિસિસ માટે ગયા હતા, પરંતુ ગઈ કાલ સાંજથી તેમની તબિયત સારી નહતી અને મંગળવારે સવારે 3:45 વાગ્યાની આસપાસ તેમણે છેલ્લા શ્વાસ લીધા. 

ફ્લેટ પર થયું નિધન
આ દુ:ખદ ઘટના સમયે આશીષ રોય સાથે તેમનો એક નોકર પણ હાજર હતો. રાજૂએ જણાવ્યું કે હંમેશાની જેમ મંગળવારે પણ તેમને ડાયલિસિસ માટે જવાનું હતું. તે રસ્તામાં જ હતો અને ત્યારે જ આશીષની બહેન કે જેઓ કોલકાતામાં રહે છે તેમનો ફોન આવ્યો. તેમની બહેને નિધનની જાણકારી આપી. મુંબઈના અંધેરી-જોગેશ્વરી વિસ્તારમાં આશીષ રહેતા હતા. 

બીમારીના કારણે આશીષ રોયની આર્થિક સ્થિતિ પણ સારી નહતી. તેમણે લોકો પાસે સારવાર માટે 4 લાખ રૂપિયાની મદદ માંગી હતી. 54 વર્ષના આશીષ રોયની મદદ માટે ઈન્ડસ્ટ્રીની અનેક હસ્તીઓ આગળ આવી હતી. કહેવાય છે કે આશીષની મદદ કરનારા લોકોમાં અનુરાગ કશ્યપ, નિર્દેશક હંસલ મહેતા, ડાઈરેક્ટર બીજોય નામ્બિયાર, નિર્માતા બી પી સિંહ, અભિનેત્રી દિવ્ય જ્યોતિ શર્મા, મોડલ અને એક્ટર સુશીલ પરાશર જેવા લોકો સામેલ હતા. 

કોલકાતાના રહેતી આશીષ રોયની પરણિત બહેન કોનિકાએ પણ તેના ભાઈના ખરાબ સમયમાં મદદ કરી હતી. કહેવાય છે કે તેઓ કોલકાતાથી મુંબઈ આજે સવારે સાત વાગે પહોંચી ગયાય. રિપોર્ટ્સનું માનીએ તો આશીષ રોય મુંબઈમાં એકલા રહેતા હતા, તેઓ અંધેરી સ્થિત પોતાનો ફ્લેટ વેચીને કાયમ માટે બહેન પાસે કોલકાતા જવા માંગતા હતા. લોકડાઉન પહેલા તેમણે ઘર વેચવાની ડીલ પણ કરી લીધી હતી અને એડવાન્સ તરીકે પૈસા પણ લીધા હતા. ત્યારબાદ થોડી સમસ્યાઓના કારણે તેઓ ઘર વેચી શક્યા નહતા. 

8 મહિનાથી બીમાર હતા આશીષ
આશીષ રોયને આ વર્ષ જાન્યુઆરી મહિનામાં માઈલ્ડ સ્ટ્રોક આવવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તે સમયે તેમની સારવારમાં 9 લાખ રૂપિયા ખર્ચાઈ ગયા હતા. જાન્યુઆરીમાં બીમારીના કારણે તેમની બધી જમાપૂંજી ખર્ચાઈ ગઈ. આ જ કારણે બીજીવાર સારવાર માટે તેમની પાસે કશું બચ્યું નહતું. પોતાની આર્થિક સ્થિતિથી પરેશાન થઈને આશીષે ઈન્ડસ્ટ્રીના લોકો પાસે મદદ માંગી હતી. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube