રાજન શાહીની ઇફ્તાર પાર્ટીમાં રૂપાલી ગાંગુલીએ આ શું કર્યું, VIDEO થયો વાયરલ
રમઝાન મહિના દરમિયાન રાજન શાહીએ અનુપમાના સેટ પર ઇફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અભિનેત્રી રૂપાલી ગાંગુલીએ પોતાની સાદગીથી બધાનું દિલ જીતી લીધું છે. આ પાર્ટીમાં ઘણા ટીવી સિતારા સામેલ થયા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ રમઝાન મહિનો હોવાથી ટીવી ઈન્ડસ્ટ્રીમાં પણ તેનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રખ્યાત નિર્માતા રાજન શાહીના શો અનુપમાના સેટ પર પણ રમઝાનની જાહોજલાલી જોવા મળી હતી. જ્યાં તેણે એક ભવ્ય ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા સેલેબ્સ જોવા મળ્યા હતા. પરંતુ બધાની નજર રૂપાલી ગાંગુલી પર અટકી ગઈ. જ્યાં તે ઇફ્તાર પાર્ટીમાં હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જ્યાં લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે.
રાજન શાહીની આ ગ્રાન્ડ ઇફ્તાર પાર્ટીમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા સિતારાઓ પહોંચ્યા હતા. અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી, રોહિત પુરોહિત, સમૃદ્ધિ શુક્લા અને અન્ય કલાકારોએ ભેગા મળી રમઝાનની મુબારકબાદ આપી હતી.
રૂપાલી ગાંગુલીની સાદગીએ જીત્યું દિલ
ઇફ્તાર પાર્ટીમાં રૂપાલી ગાંગુલી બધા કો-સ્ટાર્સ અને સેલેબ્સની સાથે બેઠેલી જોવા મળી. સાડી પહેરી અનુપમાની લીડ એક્ટ્રેસ હાથ જોડી ઇબાદત કરતી જોવા મળી. ફેન્સે તેની આ તસવીરને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને તેની સાદગીની પ્રશંસા કરી રહ્યાં છે.
રાજન શાહીની ઇફ્તારમાં કોણ-કોણ પહોંચ્યું
રાજન શાહીની ઇફ્તાર પાર્ટીમાં અન્ય સેલિબ્રિટીઓ પહોંચ્યા હતા, જેમાં અનીતા રાજ, શ્રુતિ ઉલ્ફત, રોમિત રાજ, ગૌરવ વાધવા, શિવમ ખજુરિયા, અદ્રિજા રોય, ગર્વિતા સાવધાની પણ જોવા મળી. બધાએ આ ઇફ્તાર પાર્ટીની મજા માણી હતી.
રાજન શાહી ટીવીનો બાદશાહ
રાજન શાહી ‘અનુપમા’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવા સુપરહિટ શોના નિર્માતા છે. આ સિરિયલો સિવાય તેણે ચાંદ છુપા બાદલ, અમૃત મંધન, ઇતની સી ખુશી, અને પ્યાર હો ગયા, તેરે શહેર મેં સે થી જમુના પાર જેવા શોમાં પણ કામ કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે