વાલ્મીકિ સમાજ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી બદલ સલમાન - શિલ્પા વિરુદ્ધ ફરિયાદ
વાલ્મીકી સમાજ વિરુદ્ધ ટીપ્પણીનાં પગલે સલમાનની આગામી ફિલ્મનો વિરોધ
- સલમાનની ફિલ્મનો આગ્રામાં વિરોધ કરાશે
- વાલ્મીકી સમાજએક્શન કમિટી દ્વારા ફરિયાદ
- શિલ્પા શેટ્ટી વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઇ
Trending Photos
નવી દિલ્હી : વાલ્મિકી સમાજે સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીની એક ટીપ્પણી પર નારાજગી વ્યક્ત કરતા બંન્ને વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ ફરિયાદ એક વીડિયોની વિરુદ્ધ થઇ છે જે ઇન્ટરનેટ પર વાઇલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન અને શિલ્પા શેટ્ટી જાતિસુચક શબ્દોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. આ શબ્દથી વાલ્મીકિ સમાજનાં લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે.
માહિતી અનુસાર પોતાની ફિલ્મ ટાઇગર જિંદા હેનું પ્રમોશન કરવા આવેલ સલમાને પોતાનાં ડાન્સનાં ટેલેન્ટની ઓળખ આપવા માટે જાતિસુચક શબ્દનો ઉપયોગ કર્યો. શિલ્પા શેટ્ટીએ પણ પોતે ઘરે કેવી દેખાય છે તે દેખાડવા માટે, આ જાતીસૂચક શબ્દનો ઉપયોગ કર્યો. આ બંન્નેની આ ટીપ્પણીનાં કારણે વાલ્મીકિ સમાજ એક્શન કમિટીનાં દિલ્હી અધ્યક્ષે પશ્ચિમ દિલ્હીનાં ડીસીપીને ફરિયાદ પત્ર સોંપ્યું છે. આ પત્રની એક તસ્વીર ફેસબુક પર પણ શેર કરવામાં આવી છે.
સલમાન અને શિલ્પાની કોમેન્ટથી વાલ્મીકી સમાજનાં લોકો એટલા નારાજ છે કે 22 ડિસેમ્બરે વાલ્મીકિ સમાજનાં લોકો આગરામાં સલમાન ખાનની રિલીઝ થનારી ફિલ્મ ટાઇગર ઝીંદા હૈની વિરુદ્ધ પ્રદર્શન કરશે. જી મીડિયા રિપોર્ટ્સ અનુસાર વાલ્મીકિ સમાજનાં ઘણા લોકો જિલ્લા હેડક્વાર્ટરમાં આ બંન્ને એક્ટરનાં નામે આનો વિરોધ કરતા જોવા મળ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે