'વારાણસી' માટે પ્રિયંકા ચોપરાની ફી સાંભળીને ઉડી જશે હોશ, જાણો મહેશ બાબુએ કેટલો કર્યો ચાર્જ
Varanasi Cast Fees: શનિવારે હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં ભવ્ય ટાઇટલ લોન્ચ ઇવેન્ટ યોજાઈ, જ્યાં ફિલ્મના નામની જાહેર કરવામાં આવી. મૂવીનું નામ 'વારાણસી' છે. પ્રિયંકા 'વારાણસી' સાથે મોટા પડદા પર કમબેક કરી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ અને મૂવીના કલાકારોને આપવામાં આવેલી ફી જાણવા માટે એક્સાઈટેડ છે.
Trending Photos
)
Varanasi Cast Fees: ફિલ્મ નિેર્માતા એસ.એસ. રાજામૌલી હાલમાં તેમની આગામી મેગાસ્ટાર ફિલ્મ 'વારાણસી'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેમણે પહેલીવાર 'વારાણસી' માટે મહેશ બાબુ સાથે હાથ મિલાવ્યો છે. મૂવીમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા લીડ રોલમાં જોવા મળશે. ગઈકાલે એટલે કે શનિવારે હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં ભવ્ય ટાઇટલ લોન્ચ ઇવેન્ટ યોજાઈ, જ્યાં ફિલ્મનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મૂવીનું નામ 'વારાણસી' છે. પ્રિયંકા 'વારાણસી' સાથે મોટા પડદા પર કમબેક કરી રહી છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ પ્રિયંકા ચોપરા, મહેશ બાબુ અને મૂવીના કલાકારોને આપવામાં આવેલી ફી જાણવા માટે એક્સાઈટેડ છે. તો ચાલો જાણીએ?
આ ફી સાથે પ્રિયંકા બની સૌથી મોંઘી અભિનેત્રી
પ્રિયંકા ચોપરા પહેલીવાર ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી સાથે 'વારાણસી'માં કામ કરશે. અગાઉ તેનું નામ SSMB29 રાખવામાં આવ્યું હતું. કોઈમોઈ (Koimoi)ના એક રિપોર્ટ અનુસર, પ્રિયંકાએ આ ફિલ્મ માટે 30 કરોડ રૂપિયાની ફી માંગી છે. આ સાથે હવે પ્રિયંકા સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંથી એક બની ગઈ છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પ્રિયંકાએ તેની ફી વધારી દીધી છે.
આટલી હતી આલિયા અને અનુષ્કાની ફી
એસ.એસ. રાજામૌલીની 'RRR'માં આલિયા ભટ્ટે 9 કરોડ રૂપિયા લીધા હતા, જ્યારે 'બાહુબલી'માં અનુષ્કા શેટ્ટીએ 5 કરોડ રૂપિયા લીધા હતા. પ્રિયંકા કથિત રીતે દીપિકા પાદુકોણને પાછળ છોડી દેશે, જે અત્યાર સુધી સૌથી વધુ ફી લેનારી અભિનેત્રી રહી છે. હાલમાં પ્રિયંકાની ફી અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
મહેશ બાબુ ફી લીધા વિના કરી રહ્યા છે ફિલ્મ
રિપોર્ટ અને કોઈમોઈના એક નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, મહેશ બાબુ અને ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલી નોર્મલ પગાર નહીં લે. રાજામૌલીને મહેશ બાબુની તે હુનર પર પૂરો વિશ્વાસ છે જેણે તેમને સ્ટારડમ સુધી પહોંચાડ્યા છે. આ જ કારણ છે કે બન્નેએ વધુ ફી ન લેવાનો નિર્ણય કર્યો છે. તેમનો ઉદ્દેશ 'વારાણસી' સાથે એક વારસો બનાવવાનો છે. તેથી મહેશ બાબુ અને એસ.એસ. રાજામૌલી કથિત રીતે મેકર્સ સાથે 40% પ્રોફિટ કરાર કરશે.
રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, મહેશ બાબુ કોઈ પગાર નહીં લે અને તેમણે એસ.એસ. રાજામૌલી સાથે વહેંચાયેલા નફાના કરાર પર વાતચીત કરી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે 'વારાણસી' માટે મહેશ બાબુનો પગાર સંપૂર્ણપણે ફિલ્મના નફા પર નિર્ભર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














