લાંબી બીમારી પછી દિગ્ગજ એક્ટ્રેસ શમ્મી આંટીનું નિધન, ભાવુક થયા અમિતાભ

શમ્મીએ લગભગ 64 વર્ષો સુધી ફિલ્મોમાં કામ કર્યું છે

Updated By: Mar 6, 2018, 06:03 PM IST
લાંબી બીમારી પછી દિગ્ગજ એક્ટ્રેસ શમ્મી આંટીનું નિધન, ભાવુક થયા અમિતાભ

મુંબઈ : બોલિવૂડમાં શમ્મી આન્ટીના નામથી લોકપ્રિય વયસ્ત એક્ટ્રેસનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. 1931માં મુંબઈમાં જન્મેલા શમ્મી આન્ટીનું અસલ નામ નરગિસ રબાડી હતું. તેમણે 200થી વધારે હિન્દી ફિલ્મોમાં અલગ અલગ રોલ કર્યા છે. તેમના નિધનથી અમિતાભ બચ્ચન પણ બહુ ભાવુક થઈ ગયા હતા અને તેમણે ઇમોશનલ ટ્વીટ કરી છે. 

શમ્મી આન્ટીએ ફિલ્મોની સાથે સાથે ટીવીમાં પણ કામ કર્યું છે. તેમણે શરુઆતમાં પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યુ હતું. ફેમિલી ફ્રેન્ડની મદદથી તેમને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. 

શમ્મીએ ફિલ્મ પ્રોડ્યુસર સુલતાન અહમદ સાથે લગ્ન કર્યા હતા અને આ લગ્ન સાત વર્ષ સુધી ટક્યા હતા. શમ્મીએ લગભગ 64 વર્ષો સુધી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ 'કુલી નંબર 1', 'ખુદાગવાહ', 'હમ', 'અર્થ', 'ધ બર્નિંગ ટ્રેન' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.