)
Katrina Kaif Pregnancy News: વિકી કૌશલ અને કેટરિના કૈફે આખરે તેમના ફેન્સ સાથે ખુશખબર શેર કરી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મીડિયા અને સોશિયલ મીડિયા પર એવા દાવાઓ થઈ રહ્યા છે કે કેટરિના પ્રેગ્નેન્ટ છે. હવે કેટરિના અને વિકીએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કરીને આ વાતની પુષ્ટિ કરી છે.
કેટરિનાએ બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
કેટરિના અને વિકીએ એક સુંદર પોલરોઇડ ફોટો શેર કર્યો છે. આ ફોટામાં કેટરિના પહેલીવાર તેનો બેબી બમ્પ બતાવતી જોવા મળે છે. વિકી હસતાં હસતાં તેના બમ્પને પ્રેમથી સ્નેહ કરતો જોવા મળે છે. ફોટામાં બંને ખૂબ ખુશ દેખાય છે અને તેમના આવનારા બાળક માટે પ્રાર્થના કરી રહ્યા છે.
સોશિયસ મીડિયા પર પોસ્ટ શેર કરી
આ પોસ્ટ શેર કરતા, દંપતીએ લખ્યું, "અમે અમારા જીવનનો સૌથી સુંદર અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે અમારા દિલમાં આનંદ અને કૃતજ્ઞતાથી ભરેલો છે." વિકી અને કેટરિનાની જાહેરાત બાદ તેમના ચાહકો અને બોલિવૂડ સ્ટાર્સ તેમને અભિનંદન આપી રહ્યા છે.
જાહ્નવી અને નેહા ધૂપિયાએ પણ અભિનંદન પાઠવ્યા
કેટરિના કૈફની પ્રેગ્નેન્સીની જાહેરાતની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ અને સેલિબ્રિટીઓ બંને ખૂબ જ ખુશ છે અને આ ખુશખબર પર કપલને અભિનંદન આપી રહ્યા છે. જાહ્નવી કપૂરે અને નેહા ધૂપિયાએ પણ અભિનંદન પાઠવ્યા છે.
કેટરિનાનું સપનું
2010માં કેટરિનાએ કોસ્મોપોલિટન ઇન્ડિયાને કહ્યું, "હું એવી માનસિકતા ધરાવું છું જ્યાં ઘરમાં પતિ અને બાળકો હોવા જરૂરી છે. હું લગ્ન કરવાનું, બાળકો પેદા કરવાનું અને સુખી જીવન જીવવાનું સપનું જોઉં છું."