VIDEO: જ્યારે અનુષ્કા પહેરાવા આવી વરમાળા, વિરાટે કર્યા જબરદસ્ત નખરાં

વિરાટે સ્ટેજ પર આવતી અનુષ્કાનો હાથ પકડી લીધો અને બંનેએ હાથ પકડેલો જ રાખ્યો હતો

VIDEO: જ્યારે અનુષ્કા પહેરાવા આવી વરમાળા, વિરાટે કર્યા જબરદસ્ત નખરાં

નવી દિલ્હી : ટીમ ઇન્ડિ્યાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. વિરાટ અને અનુષ્કાએ ચૂપચાપ ઇટાલીમાં જઈને લગ્ન કરી લીધા છે પણ આ લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે. વિરુશ્કાએ ભલે પોતાના લગ્ન અને એની વિધીઓ સિક્રેટ રાખવાનો પ્રયાસ કર્યો હોય પણ એના વીડિયો જાહેર થઈ ગયા છે. આ બંને વીડિયોમાં સુપરક્યુટ લાગી રહ્યા છે.

વિરાટ પોતાની હલ્દીની વિધીમાં શરમાતા નજરે ચડ્યા છે. વિરાટ અને અનુષ્કાના સ્વજનોએ તેમજ પરિવારજનોની હાજરીમાં સાત ફેરા લીધા. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કોહલીએ ટ્વીટ કરીને તસવીર શેયર કરી હતી અને પ્રેમથી તરબોળ મેસેજ લખ્યો હતો. વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર લગ્નની તસવીરો શેયર કરી છે. એક તસવીરમાં વિરાટે પોતાના સ્વજનો અને અનુષ્કા સાથે સેલ્ફી લીધી છે અને બીજી તસવીર વરમાળા દરમિયાનની છે. વરમાળા સમયે અનુષ્કા બહુ પ્રયાસ કરવા છતાં વિરાટને વરમાળા નથી પહેરાવી શકતી કારણ કે તેના મિત્રોએ તેને પકડીને ઉંચો કરી દીધો હોય છે. 

A post shared by Babbu MEghwal (@babbu.mahi007) on

આ સંજોગોમાં અત્યંત ભારે લહેંગો પહેરેલી હાલમાં અનુષ્કાએ પોતાના હાથ ઉપર કરવા પડે છે. આમ, તસવીર જોઈને ખ્યાલ આવી જાય છે કે વિરાટને વરમાળા પહેરાવા માટે અનુષ્કાને બહુ મહેનત કરવી પડી છે. જોકે આ તસવીરમાં બંને બહુ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આ લગ્ન માટે અનુષ્કા જ્યારે સ્ટેજ પર આવી હતી ત્યારે બંનેએ સતત એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો. વિરાટ અને અનુષ્કાએ લાઇટ પિંક અને ક્રીમ રંગના કોમ્બિનેશનમાં શેરવાની અને ડિઝાઇનર લહેંગો પહેર્યો હતો. 

A post shared by Nikhil Khare 🦄 (@_nikhilkhare_) on

હાલમાં અનુષ્કા શર્માને તેના પરિવાર સાથે મુંબઈ એરપોર્ટ ખાતે જોવામાં આવી હતી. આ સમયથી અનુષ્કાના લગ્નની ચૃર્ચા શરૂ થઈ ગઈ હતી. જોકે શરૂઆતના તબક્કે તો અનુષ્કાના પ્રવક્તાએ આ વાતનો ઇનકાર કરી લીધો હતો. હાલમાં વિરાટે લગ્ન માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો છે અને તે વન-ડે તેમજ ટી-20 સિરિઝમાં નથી રમી રહ્યો . આ સિરીઝમાં તેની જગ્યાએ રોહિત શર્માએ ટીમની કમાન સંભાળી છે. 

A post shared by Weareviratians..😍🙌 (@captain_18_fc) on

વિરાટ અને અનુષ્કા ઇટાલીથી સીધા દક્ષિણ આફ્રિકા જશે. વિરાટ ત્યાં દક્ષિણ આફ્રિકામાં યોજાનારી આવનારી સિરિઝની તૈયારી કરશે. અનુષ્કા નવું વર્ષ વિરાટ સાથે જ સેલિબ્રેટ કરશે અને જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં ભારત પરત ફરશે. અનુષ્કા ભારત પરત ફરીને ડિરેક્ટર આનંદ એલ. રાયની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે.  આ ફિલ્મમાં તેનો હીરો શાહરુખ ખાન છે. વિરાટ અને અનુષ્કાનું અફેર ચાર વર્ષ સુધી ચાલ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news