નવી દિલ્હી: ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક'માં ભારતીય સેનાના મેજરની લીડ ભૂમિકા ભજવનાર એક્ટર વિક્કી કૌશલ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ઇંસ્ટા એકાઉન્ટ પર ફોટા શેર કરતા રહે છે. આ દરમિયાન તેમણે શનિવારે પોતાનો એક બાળપણનો ફોટો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જોકે ફોટો જોઇને વિક્કીને ઓળખવામાં તમને વધુ મુશ્કેલી થશે નહી. વિક્કી કૌશલ આ વર્ષે પોતાની ફિલ્મ 'ઉરી'થી ખૂબ ચર્ચા મેળવવામાં સફળ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફિલ્મ 'ઉરી' બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઇ ચૂકી છે. આ ફિલ્મનો એક ડાયલોગ 'હાઉઝ ધ જોશ' ખૂબ પોપુલર થયો હતો. તો બીજી તરફ તાજેતરમાં જ વિક્કી કૌશલને લઇને એક સમાચાર સામે આવ્યા. સમાચારોનું માનીએ શૂટિંગ દરમિયાન એક અકસ્માતમાં તેમને ઇજા પહોંચી છે. જેના લીધે તેમના ચહેરા પર 13 ટાંકા આવ્યા છે. આ વાતની જાણકારી ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે એક ટ્વિટ દ્વારા આપી હતી, જેમાં લખ્યું હતું કે વિક્કી કૌશલ એક દુર્ઘટનામાં ઘાયલ થયા છે. તે ગુજરાતમાં એક ફિલ્મના શૂટિંગ દરમિયાન એક અકસ્માતનો શિકાર થયા છે.


આ અકસ્માતમાં તેમના ચહેરા પર ઇજા પહોંચી છે. તરૂણના અનુસાર વિક્કી કૌશલ એક એક્શન સીક્વેંસનો શોટ આપી રહ્યા હતા. આ શૂટિંગ દરમિયાન તેમને ઇજા પહોંચી હતી. તરૂણે એ પણ લખ્યું કે ભાનુ પ્રતાપ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ચહેર પર ઇજા પહોંચી છે અને તેમને 13 ટાંકા આવ્યા છે. સમાચારોનું માનીએ તો વિક્કી કૌશલ શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના પર એક દરવાજો પડ્યો. જેના લીધે તેમના ચહેરાના હાડકામાં ફેક્ચર થયું છે. જાણકારી અનુસાર આ ઘટના 18 એપ્રિલના રોજ સર્જાઇ હતી. પરંતુ તેની જાણકારી હવે પબ્લિક કરવામાં આવી છે.